પ્રાંતિજના દલપુરમાં એશિયન ગ્રેનીટોમાંથી 1હજાર કિલો ભંગાર ચોરનારા 2 ઝડપાયા…

February 17, 2026

ગરવી તાકાત પ્રાંતિજ : પ્રાંતિજના દલપુરની સીમમાં એશિયન ગ્રેનીટોમાં શનિ- રવિની રાત્રિ દરમિયાન સફેદ માટીનો વેસ્ટ ભરવા આવેલ ટ્રકમાં લોખંડના 1 હજાર કિલો ભંગારની ચોરી કરી લઈ જવા દરમિયાન ઝડપી પાડતાં અગાઉ પણ 2 હજાર કિલો ભંગાર ચોરી કરી લઈ ગયાની કબૂલાત કરતાં બંને શખ્સોને પ્રાંતિજ પોલીસને સોંપી 4 સામે ફરિયાદ નોંધાવી દલપુર સ્થિત એશિયન ગ્રેનીટોના વોલ વિભાગમાં છેલ્લા કેટલાક સમયથી લોખંડની ચોરી થતી હોવાનું ધ્યાને આવતાં સિક્યુરિટી વધારી વોચ રાખવામાં આવી રહી તા.15-2-26 ના રોજ રાત્રે એક વાગ્યાની આસપાસ દીવારામ હાપુરામે વોલ વિભાગ બાજુ આંટો મારતાં.

માર્બલ ટાઈલ્સનો સફેદ માટીનો વેસ્ટ ભરવા આવતી ટ્રકમાં લોખંડના પેલેટ ટાઇલ્સ ભરવાના સ્ટેન્ડ તથા લોખંડની પ્લેટો ભરાતાં પકડી લેતાં ટ્રકના ચાલકે મેન ગેટ બાજુ ટ્રક દોડાવી મૂકતાં ગેટ ઉપર જ ટ્રક ઉભી રખાવી દઈ ચાલક યોગેશગીરી કોદરગીરી ગોસ્વામી (રહે. રાયગઢ તા. હિંમતનગર) ને નીચે ઉતારી પૂછપરછ કરતાં ઈટીપી વિભાગના સુપરવાઇઝર અનિલકુમાર અશ્વિની પાંડે (રહે. પ્રાંતિજ) ના કહેવાથી આ ભંગાર ભર્યો ભંગાર ભરવામાં નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ પરમાર (રહે. ઝીંઝવા તા. પ્રાંતિજ) મદદ કરતાં હોવાની કબૂલાત કરી.

અંદાજે 1 હજાર કિલો ભંગાર ભર્યો અને અગાઉ 2 હજાર કિલો ભંગાર લઈ ગયા અને તમામ ભંગાર હિંમતનગર વેચ્યાનું જણાવ્યું સિક્યુરિટી ઈન્ચાર્જ ચુનીલાલ બારોટે ફરિયાદ નોંધાવતા પ્રાંતિજ પોલીસે યોગેશગીરી કોદરગીરી ગોસ્વામી રહે. રાયગઢ તા.હિંમતનગર) અશોકસિંહ સુખસિંહ મકવાણા (રહે. કેવન તા. હિંમતનગર) અનિલ અશ્વિની પાંડે (રહે. કામધેનુ ગૌશાળા લીમડા રોડ પ્રાંતિજ) અને નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ પરમાર (રહે. ઝીંઝવા તા.પ્રાંતિજ સામે 90 હજારના ભંગારની ચોરી અંતર્ગત ગુનો નોંધાયો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0