#મર્ડર : જમીન દલાલની હત્યા કરી લાશ બાલીસણા ગામની સીમમાં ફેકી દેતા ચકચાર

શેર કરવા અહીં ક્લિક કરો.

પાટણ જીલ્લાના બાલીસણા ગામની સીમમાંથી ગઈ કાલે અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી. જેમાં લાશ ઉપર તીક્ષ્ણ હથીયારના ઘા મારી હત્યા કરી હોવાનુ જણાઈ આવ્યુ હતુ. ગામના લોકોને આ અજાણી લાશ મળતા તુરંત બાલીસણા પોલીસને જાણ કરી ઘટના સ્થળે બોલાવી હતી. પોલીસની પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યુ છે ઉંઝામાં જમીન દલાલીનુ કામ કરતા વિષ્ણુજી ઠાકોરને  કોઈ અજાણ વ્યક્તિએ તીક્ષ્ણ હથીયાર વડે હત્યા કરી લાશને ગામની સીમમાં ફેકી ફરાર થઈ ગયા હતા. જેથી પોલીસે હત્યારાને પકડવા ચક્રો ગતીમાન કર્યા છે. 

ગઈકાલે પાટણ જીલ્લાના બાલીસણા ગામની સીમામાં આવેલ ટીંડેશ્વર મહાદેવ મંદીરની પાસે આવેલી બાવળોમાં  ગામના લોકો અજાણી લાશ મળતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કરી હત્યા કરવામાં આવી હોવાથી લાશ ઓળખાઈ શકે એમ નહોતી. જેથી પોલીસ દ્વારા તેમના બાઈકના નંબર ઉપરથી પરીવારના સભ્યોનો સંપર્ક કરી જાણ કરી હતી.

 ઉંઝાના કાળકા મંદીર પાસે આવેલ બહારમાંઢમાં રહેતા વિષ્ણુજી ગલાજી ઠાકોર જે જમીન દલાલીનુ કામ કરતા હતા. તેેઓ તારીખ 10/11/2020 ના તેમની પત્નીને મહેસાણા જવાનુ કહી બાઈક લઈ ઘરેથી નીકળ્યા હતા. તેઓ જમીન દલાલીનુ કામ કરતા હોવાથી ઘણી વાર કામથી બે ત્રણ દિવસે ઘરે આવવાનુ થતુ હતુ. જેથી તેમની પત્નીએ પણ રોંજીદો ક્રમ માની કોઈ અજુગતુ બન્યુ હોવાની આશંકા વ્યક્ત નહોતી કરી. પરંતુ ગઈ કાલે બાલીસણા પોલીસનો ફોન તેમની ઉપર જતા તેઓના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જેમાં પોલીસે જણાવેલ કે તમારા પતીની કોઈયે હત્યા કરી દીધી છે. જેથી તેમની બોડીને પાટણ સીવીલ ખાતે લાવવામાં આવી છે. 

આમ ઉઁઝામાં જમીન દલાલીનુ કામ કરતા ઠાકોર વિષ્ણુજીની હત્યા કરી તેમની લાશ બાલીસણાની સીમમાં ફેકી ફરાર થઈ ગયેલ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ બાલીસણા પોલીસે 302 મુજબ ગુનો દાખલ હત્યારાઓને પકડવા ચક્રો ગતીમાન કર્યા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.