‘‘શટકનો ભાર જાણે શ્વાન જેમ તાણે’’ તેમ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનનો ભાર વિમલ દેસાઇ તાણી રહ્યા છે !!

April 25, 2024

મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનનો તમામ ભાર જાણે ડી. સ્ટાફના વિમલ દેસાઇના માથે હોવાની પોલીસ બેડામાં ચર્ચા  

ચોરીઓની બનતી ઘટનાઓ છતાં મહેસાણા તાલુકા પોલીસનું રાત્રિ પેટ્રોલીંગ માત્ર કાગળ પર 

ગરવી તાકાત, મહેસાણા તા. 25 – મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનનો તમામ કાર્યભાર જાણે ડી સ્ટાફના વિમલ દેસાઇ સંભાળતાં હોય તે રીતે તાલુકા પોલીસ સ્ટેશનનું સંચાલન અને રોફ જારી રહ્યા હોવાનું ચર્ચાનો વિષય બન્યો છે. મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનનો તમામ ભાર ડી સ્ટાફના આ કર્મચારી પર હોય તેવો અહેસાસ પોતે કરી રહ્યા છે. શટક (બળદ ગાડા)નો ભાર જાણે ગાડા નીચે ચાલતો શ્વાન તાણતો હોય તેમ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનનો તમામ ભાર વિમલ દેસાઇ તાણી રહ્યા હોવાનું પોલીસ બેડામાં ચર્ચાસ્પદ બન્યું છે. શું તાલુકા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાં ફરજ બજાવતાં આ કર્મચારી  વિમલ દેસાઇ પોતાને તાલુકા પોલીસ સ્ટેશનના કર્તાહર્તા માની બેઠા છે.

PI and PSI of Mehsana Taluka Police Station suspended for negligence in investigation | વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યાનો મામલો: તપાસમાં બેદરકારી બદલ મહેસાણા તાલુકા પોલીસ ...

મહેસાણા તાલુકા પોલીસ મથકની હદમાં આવતાં વિસ્તારોમાં મહેસાણા તાલુકા પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરવામાં બેદરકારી દાખવવામાં આવતી હોવાની તાલુકા પંથકની પ્રજા અહેસાસ કરી રહી છે. મહેસાણા તાલુકા પોલીસની હદમાં આવતાં અનેક વિસ્તારોમાં ચોરી, લૂંટફાટ, મારામારી જેવા અનેક કિસ્સાઓ સતત વધી રહ્યા છે જાણે તસ્કરોને ધાડપાડુઓને જાણે પોલીસનો કોઇ ડર જ ન રહ્યો હોય તેમ મહેસાણા તાલુકાની હદમાં આવતાં ખેંરવા ગામે આવેલા ગણપત યુનિવર્સિટીના નજીકના પેટ્રોલપંપ પર રાત્રિ દરમિયાન ચોરીની ઘટના સામે આવી છે.

તસ્કરો પેટ્રોલપંપ ઉપરથી રાત્રિના સમયે ગેસનો બાટલો, ગેસની સગડી સહિતની વસ્તુઓની ચોરી કરી ફરાર થતાં સીસીટીવી કેમેરામાં આબાદ રીતે કેદ થયા હતા. ત્યારે તાલુકા મથકની હદમાં આવતાં વિસ્તારોમાં મહેસાણા તાલુકા પોલીસ તંત્ર ખાસ ખાસ જગ્યાઓ ઉપર રાત્રિ દરમિયાન પોલીસ પોઇન્ટ કેમ મુકવામાં આવતાં નથી. ખાસ જગ્યાઓ પર પોલીસ પોઇન્ટ ન મુકવાના કારણે તસ્કરોને રહેણાંક વિસ્તાર, મંદિરો તેમજ પેટ્રોલપંપ સહિતના સ્થળો પર તસ્કરી કરવાનું મોકળું મેદાન મરી જાય છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0