મહેસાણા એલસીબીએ મેડા આડરજ પાસેથી વિદેશી શરાબના 8.33 લાખના મુદ્દામાલ સાથે બુટલેગરોની ત્રિપુટીને દબોચી

શેર કરવા અહીં ક્લિક કરો.

લોકસભાની ચૂંટણી અંતર્ગત વિદેશી શરાબની હેરાફેરી પર મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની બાજનજર

મહેસાણા એલસીબીએ વિદેશી શરાબનો જથ્થો ભરેલી અરટીકા અને સ્વીફ્ટ કાર કબજે કરી

વિદેશી દારૂની બોટલ તથા બિયર મળી કુલ રૂપિયા 1.13 લાખનો જથ્થો ઝડપ્યોં  

ગરવી તાકાત, મહેસાણા તા. 24 – (Sohan Thakor )- લોકસભાની ચૂંટણી દરમિયાન મોટા પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો ઠાલવવામાં આવતો હોય છે. જેમાં રાજકિય પક્ષો પોતાના કાર્યકર્તાઓને તેમજ મહોલ્લાના જે તે આગેવાનોને ખુશ રાખવા સોમરસ પિરસતાં હોય છે. ત્યારે મહેસાણા જિલ્લા પોલીસતંત્ર વિદેશી શરાબની હેરાફેરી તેમજ વેપલા સહિતની ગેરકાયદેસર પ્રવૃતિઓ પર બાજનજર રાખી રહ્યું છે. ત્યારે મહેસાણા એલસીબીની ટીમ રોજબરોજ વિદેશી શરાબનો મહેસાણા જિલ્લામાં ઠલવાતો જથ્થો ઝડપી પાડવામાં સફળ કામગીરી કરી રહી છે.

મહેસાણા એલસીબીની ટીમ બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારના મેડા આડદર કેનાલ પાસેથી વિદેશી શરાબની વિવિધ બ્રાન્ડની બોટલ તેમજ બિયરના ટીન મળી કુલ રૂપિયા 1,13,194ની કિંમતનો જથ્થો તેમજ અરટીકા કાર અને સ્વીફ્ટ કાર મળી કુલ રૂપિયા 8,33,694 નો મુદ્દામાલ કબજે કરી ત્રણ બુટલેગરોને દબોચી લીધા હતા.

મહેસાણા જિલ્લામાં વિદેશી શરાબની હેરાફેરી તેમજ વેપાર પર કડક વોચ રાખી કાર્યવાહી કરવા મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આપેલા આદેશ મુજબ મહેસાણા એલસીબી પીઆઇ એસ.એસ.નિનામાના નેતૃત્વમાં એલસીબી પીએસઆઇ એમ.પી.ચૌધરી, એએસઆઇ જયેશકુમાર, એહેકો. જયસિંહ, અપોકો. અક્ષયસિંહ, રાજેન્દ્રસિંહ સહિત વિવિધ ટીમો બનાવી બાવલું પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન થોળ રોડ તરફ આવતાં હેકો જયસિંહ તથા પીસી અક્ષયસિંહને ખાનગી બાતમી મળી હતી કે,

મારૂતિ સુઝુકી અરટીકા કાર નં. જી.જે.09-બીબી-3240નો ચાલક કારમાં વિદેશી શરાબનો જથ્થો ભરી કડી તરફ થોળ તરફ આવનાર છે અને તેનું પાયલોટીંગ એક સ્વીફ્ટ કાર નંબર જી.જે.38-બીએ-5580નો ચાલક કરી રહ્યો છે. જે બાતમીના આધારે એલસીબીની ટીમ થોળ તરફ મેડા આદરજની કેનાલ પાસે વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન ઉપરોક્ત નંબરવાળી કારો આવતાં તેમને અટકાવી પુછપરછ કરતાં ઠાકોર નરેશ રમણજી રહે. મેડા આદરજ તા. કડી, કાઉડા રામભાઇ રોત રહે. જોનથરી વિકાસનગર, ડુંગરપુર અને ઠાકોર વિપુલ સોનાજી રહે. કરણનગર કડીવાળો હોવાનું જણાવ્યું હતું. જ્યારે કારમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી શરાબની વિવિધ બ્રાન્ડની બોટલ તેમજ બિયરના ટીન મળી કુલ રૂપિયા 1,13,194ની કિંમતનો જથ્થો મળી આવ્યોં હતો. જ્યારે અરટીકા કાર અને સ્વીફ્ટ કાર મળી કુલ રૂપિયા 8,33,694 નો મુદ્દામાલ કબજે કરી ત્રણ બુટલેગરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.