મહેસાણાની આશાપુરા સોસાયટીમાં રહેતી મહિલાના લગ્ન આજથી 13 વર્ષ પહેલા મોડાસા તાલુકાના સરડોઈ ગામે રહેતા બારોટ ઉપેન્દ્રકુમાર સાથે થયા હતા. લગ્ન જીવનમાં તેમને કોઈ સંતાન ન હોવાથી સાસુ,સસરા તથા પતી દ્વારા માનશીક, શારીરક ત્રાસ આપી દહેજની માંગણી કરી ઘરમાંથી કાઢી મુકતા મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.
આ પણ વાંચો – સુતેલી યુવતીનુ મોઢુ દબાવી બળાત્કારની કોસીશ કરનાર યુુવક સામે ફરિયાદ
આ કેસની વિગત એવી છે મહેસાણાના અમરાપરા પાસે આવેલી આસાપુરા સોસાયટીમાં રહેતા સુરેખાબેન બારોટના લગ્ન આજ થી 13 વર્ષ પહેલા મોડાસાના સરડોઈ ગામમાં રહેતા બારોટ ઉપેન્દ્ર રમણ સાથે થયા હતા. લગ્નના 5 વર્ષ બાદ પતીને ભચાઉ તાલુકાના કડોળ ગામે પ્રાથમીક શાળામાં શીક્ષકની નોકરી મળતા બન્ને જણ મોડાસાથી ત્યા રહેવા ગયેલ. પરંતુ વાર તહેવારે બન્ને પતી – પત્ની તેમના ગામે આવતા જતા રહેતા.દંપતીને લગ્ન જીવનમાં કોઈ સંતાન ના હોવાથી તેમના પતી તથા સાસૂ – સસરા મહેણા-ટોણા મારી વાજંણી કહેતા રહેતા હતા. પરંતુ મહિલાનુ ઘર ના ભાગે એટેલે એને આ બાબતે કોઈને જાણ કરેલ નહતી. લગ્નના 13 વર્ષ બાદ કોઈ સંતાનપ્રાપ્તી ના થઈ હોવાથી મહિલાના સાસુ,સસરાએ તેને ઘરમાંથી બહાર કાઢી મુકવાની વાત કરતા કહ્યુ હતુ કે 13 વર્ષ બાદ પણ કોઈ સંતાન ના થવાથી તુ હવે ઘરમાંથી બહાર નીકળી જા અમે અમારા દિકરા માટે નવી વહુ લાવીશુ એમ કહી માનશીક-શારીરીક(મારઝુડ) ત્રાસ આપવાનુ શરૂ કરી દીધુ હતુ. પરંતુ ઘર સંસાર ના બગડે એ માટ મહિલા આ બધુ સહન કરતી રહેતી. પરંતુ સાસુ-સસરા તથા પતીનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો હતો. બાદમાં સાસુ,સસરા તથા પતીએ તેને ઘરમાં રહેવુ હોય તો તેના પીતા પાસેથી 5 લાખ રૂપીયા લાવે જેથી તેઓ મોડાસા ખાતે ઘર ખરીદી શકે. સુરેખાબેને આ વાતનો વિરોધ કરતા તેમના પતી તથા સાસૂ,સસરાએ મારઝુડ કરી તેને પહેરેલા કપડે કાઢી મુકી હતી.
આ પણ વાંચો – ખેતરની સીમમાં સગીરાને એકલી જોઈ બળાત્કારની કોશીસ કરનાર વિરૂધ્ધ ફરીયાદ દાખલ
ઘરમાથી બહાર કાઢી મુકવાના કારણે મહિલા પીતાના ઘરે મહેસાણા ખાતે આવેલ. અહિ તેના ઉપર ગુુજારેલા ત્રાસની જાણ મહેસાણા પોલીસને કરતા એ-ડીવીઝને તેના પતી બારોટ ઉપેન્દ્ર રણલાલ, સાસુ- શાંતાબેન બારોટ, તથા સસરા રમણભાઈ વિરાભાઈ તુરી રહે- સરડોઈ,તા,મોડાસા, જી-અરવલ્લી વિરૂધ્ધઆઈપીસી ની કલમ 498એ, 323, 504, 114 તથા દહેજ પ્રતીબંધની 3,7 મુજબ ગુનો દાખલ કરવામાં આવી છે.