ઉનાળામાં 44 ડિગ્રી સુધીના તાપમાનથી ત્રસ્ત નાગરીકો એસી, ફ્રીજની માંગમાં 40 ટકાનો વધારો 

શેર કરવા અહીં ક્લિક કરો.

લોકોના ગરમીથી બચવાના અનેક પ્રયાસો જેના કારણે આ વર્ષે એસી, પંખા, રેફ્રિજરેટરની ડિમાન્ડમાં મોટો ઉછાળો

ઉનાળો વહેલો શરૂ થતા જ વેચાણ વધ્યુ: વાઈ-ફાઈ વાળા એસી અને સ્માર્ટ રેફ્રિજરેટરની માંગ વધી

ગરવી તાકાત, મહેસાણા તા. 25 – આ વર્ષે ઉનાળો સખત વધ્યો છે. ગરમીની શરૂઆતથી જ ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવે ગરમી 44 ડિગ્રીએ પહોંચી છે આથી લોકો ઉકળાટથી ત્રાહીમામ થઈ ઉઠયા છે. બપોરના સમયે ઘરની બહાર નિકળવાનું બંધ કરી દીધું તેમજ ઠંડક વાળી વસ્તુઓનું સેવન વધ્યું છે. લોકો ગરમીથી બચવા અનેક પ્રયાસો; કરી રહ્યા છે. જેના કારણે આ વર્ષે એસી, પંખા, રેફ્રિજરેટરની ડિમાન્ડમાં મોટો ઉછાળો નોંધાયો છે.

આ વર્ષે એસીમાં 40 ટકાનો, રેફ્રિજરેટરમાં 25 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે ઉનાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ પડવાથી ઉનાળો મોડો જામ્યો હતો. અલનીનોની આગાહીને પગલે વાદળીયુ વાતાવરણ રહ્યું હતું. આથી ગરમીની સીઝન પણ મોડી શરૂ થઈ હતી જેને પગલે એસી, રેફ્રિજરેટર, પંખાની ખરીદી પર પણ અસર થઈ હતી. જયારે આ વર્ષે સુરજ દેવતા જાણે કોપાયમાન થયા હોય તેવું લાગી રહ્યું છે.

કિરણ ઈલેકટ્રોનિકના રાજુભાઈ પટેલ જણાવે છે કે ગત વર્ષ કરતા આ વર્ષ ખુબ સારૂ છે. ડિમાન્ડમાં 30 ટકાનો વધારો નોંધાયો છે. હાલ એસીની માંગ કરી રહ્યા છે. ડયુલી ઈન્વર્ટર ટેકનોલોજી ધરાવે છે અને પાવર બચત પણ કરે છે. મોટા ઈન્ડોરમાં કુલીન વધુ આપે છે. આ ઉપરાંત આ ટેકનોલોજી વાળા એસીએ નવી પ્રિમીયમ બ્રાન્ડ બનાવી છે. જે વાઈ-ફાઈ ઉપલબ્ધ કરે છે. જેને તમે ફોનમાં એપ્લીકેશન ડાઉનલોડ કરી એસીને ચલાવી શકો છો.

ઈલેકટ્રીસીટી બીલ કંટ્રોલ કરી શકાય તે માટે ઓટોમેટીક ફીચર આપવામાં આવ્યા છે. લોકો હવે પ્રાઈઝની સાથે નવા ફિચર અને કંપની બ્રાન્ડ પર ફોકસ કરી રહ્યા છે. જેમાં એલજીના ઓટો ઓફ ફિચર છે જે 100 ટકા ક્ધવટીબલ છે. જેના કારણે 40થી 50 ટકા બીલમાં બચત થાય છે. આ ઉપરાંત આ વખતે મોર્ડન ઘરોમાં હાઈડ અવે ફોર વે કેસેટ, વન વે કેસેટ જેવા એસી બજારમાં ઉપલબ્ધ છે. જેની પ્રાઈઝ રૂા.70,000થી 1.50 લાખ સુધીની છે. રેફ્રિજરેટરમાં ડબલ ડોરના પાવર કંટ્રોલરની માંગ વધી છે. લોકો જુના રેફ્રિજરેટર વેચી નવા લેવાનો ક્રેઝ વધ્યો છે. ડબલ ડોરમાં પણ અનેક વસ્તુઓનો સમાવેશ કરી શકાય છે. અને વાઈ-ફાઈની સુવિધા અપાય છે.

જેમાં રેફ્રિજરેટરમાં પણ એક સ્ક્રીન આપવામાં આવશે. સીંગલ ડોર રેફ્રિજરેટરની પ્રાઈઝ- 11,000થી 20,000, ડબલ ડોરની  22થી 55 હજાર અને સાઈડ બાય સાઈડના 55 હજારથી 1 લાખથી વધુની પ્રાઈઝમાં રેફ્રિજરેટર ઉપલબ્ધ છે. એસીની વાત કરીએ તો રૂા.35 હજારથી 60 હજાર સુધીના એસીનું વેચાણ થઈ રહ્યું છે. હાલ એપ્રિલ મહિનો ચાલુ છે. આગામી મે-જુન માસમાં સૌથી વધુ આકરો તાપ પડી શકે છે. આથી એસી, ફ્રિજ અને પંખાની ડિમાન્ડ વધી શકે છે.

ઓનલાઈન માર્કેટ 25% તૂટયું હાલના આધુનિક યુગમાં દરેક લોકો સમયની બચતને કારણે ઓનલાઈન શોપીંગ તરફ વળ્યા છે. હાલ જોવા જઈએ તો ખાદ્ય પદાર્થોથી લઈને મોટી ઈલેકટ્રોનિકસ આઈટમ ઓનલાઈન માર્કેટમાં ઉપલબ્ધ છે. સમયની સાથોસાથ ચીજવસ્તુઓની કિંમતમાં પણ રીટેલ માર્કેટ કરતા થોડાક અંશે ફેરફાર જોવા મળતા હોય છે. પરંતુ હાલ જોવા જઈએ તો ઈલેકટ્રોનિકસ આઈટમના ઓનલાઈન માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.