મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલ તાલુકા પંચાયત જે 10 જુલાઈના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એ તાલુકા પંચાયતમાં આજે 5 મહિના પુરા થઈ ગયા હોવા છતાં આટલી મોટી બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીના નામે મીંડું જોવા મળ્યું.
કડી નગરપાલિકા અને ફાયર સેફ્ટીના અધિકારીઓ દ્વારા કડી શહેરમાં આવેલ નાની મોટી હોસ્પિટલમાં, શોપિંગ સેન્ટર, વગેરે જગ્યાએ જઇને ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળે તો જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. તો શું કડી નગરપાલિકાના અધિકારીઓ અને ફાયર સેફટીના અધિકારીઓને કડીમાં આવેલ તાલુકા પંચાયતમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળતો નથી કે શું? કે પછી નગરપાલિકાના અને ફાયર સેફટીના અધિકારીઓ તેને નજર અંદાજ કરવામાં આવે છે.
આ પણ વાંચો – ખેડુત આંદોલનકારી ટુકડે ટુકડે,દેશવિરોધી ગેંગ-નીતીન પટેલનો બફાટ કે ડેલીબેરેટેડ એક્ટ ?
ગુજરાત સરકાર દ્વારા ફાયર સેફ્ટીના નામે કડકમાં કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવી રહ્યાં છે ત્યારે કડી નગરપાલિકા દ્વારા આ તાલુકા પંચાયતમાં રહેલા અધિકારીઓ સામે કઈ કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહી ગયું છે.
કડી તાલુકામાં આજુબાજુના ગામડાંઓના લોકો પોતાના જરૂરી કામકાજ માટે હલચલ રહેતી હોય છે. ગ્રામજનો દ્વારા પોતાના જરૂરી કામકાજના ડોકયુમેન્ટ કે નાના મોટા જરૂરી કામ કાજો માટે ના પોતાના કાગળ મોટી સંખ્યામાં હોય છે તો શું એની જાળવણી કરવી ત્યાં ના અધિકારીઓની જવાબદારી હોતી નથી કે શું? કોઈ કારણોસર કડીમાં આવેલ તાલુકા પંચાયતની કચેરીમાં કદાચ આગ લાગી જશે અને ત્યાં રહેલા જરૂરી કડી તાલુકાના અને આજુબાજુના ગ્રામજનોના જરૂરી ડોકયોમેન્ટ બળી ને ખાખ થઈ જશે તો કોની જાવબદારી રહેશે ?
કડી શહેરમાં આવેલ નાની મોટી સરકારી કચેરીમાં પણ શું આજ પરિસ્થિતિ જોવા મળતી હશે કે શું? અને જો ફાયર સેફ્ટી હશે તો તેની જાળવણી થતી હશે કે નહીં ?
કડી નગરપાલિકા દ્વારા આ તાલુકા પંચાયતમાં જે ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે તેની સામે શું કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં ? કે પછી તેને નજર અંદાજ કરવામાં આવશે ? કે પછી કડી નગરપાલિકા દ્વારા પોતાના હક જતાવા માટે કડીમા આવેલ નાના મોટા બિલ્ડરો કે નાની મોટી હોસ્પિટલમાં,ઓફિસમાં જ ફાયર સેફ્ટી નહિ હોય તો કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે.
આ પણ વાંચો – પાટીલના વિવાદીત બોલ-ખેડુત આંદોલનને ખાલીસ્તાન સાથે જોડવાનો પ્રયાસ !
કડી નગરપાલિકાના વિસ્તારમાં નાના મોટા બિલ્ડિંગ બનતા હોય છે તો તે બિલ્ડરો જોડે ફાયર સેફ્ટીની સુવિધા બાબતે પહેલા જાણ કરવામાં આવતી હોય છે અને જ્યારે તે બિલ્ડીંગ તૈયાર થઈ જાય છે. ત્યારે ફાયર સેફ્ટી પહેલા જોવા આવતી હોય છે ત્યારે જ પરમિશન આપવામાં આવતી હોય છે. તો શું આ કડી નગરપાલિકા ના વિસ્તારમાં બનાવેલ આવડી મોટી બિલ્ડીંગમાં તાલુકા પંચાયત ભવન તૈયાર કરવામાં આવ્યું છે ત્યાં ફાયર સેફ્ટીના નામે મીંડું જ જોવા મળી રહ્યું છે. ફાયર સેફટીના નામે બનાવેલ કડક પગલાં ખાલી ને ખાલી નાના મોટા શોપિંગ સેન્ટર,હોસ્પિટલો, શાળાઓ, નાની મોટી ઓફિસ વગેરે જગ્યાએ જ ફાયર સેફ્ટીના હોય તો જ કાર્યવાહી કરવામાં આવતી હોય છે.