નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની હાજરીમાં પંચમહાલના મોરવાહડકમાં ભાજપ દ્રારા જાહેર કરેલ કૃષિ સુધાર કાયદાના જાગરણ અભિયાન અંતર્ગત ખેડૂત સંમેલન યોજાયું હતુ. જેમાં તેમને કૃષી બીલના ફાયદાઓ ગણાવી ખેડુતોને દેશવિરોધી,પાકીસ્તાન તરફી કહ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેત્વુત્વ દ્વારા તેમના દરેક કાર્યકર્તાને વિવાદિત કૃષીબીલના ફાયદા જણાવવા જનતા સાથે સંવાદ કરવાની હાંકલ કરાઈ છે. જે અંતર્ગત ભાજપના દરેક નાના મોટા નેતાઓ દેશભરમાં સભાઓ યોજી વિવાદિત કૃષીબીલના ફાયદા ગણાવવા નવા વિવાદિત કૃષીબીલનુ સમર્થન કરી રહ્યા છે. જેમાં ગઈકાલ ગુરૂવારે નીતીન પટેલે પંચમહાલ જીલ્લાના મોરવાહક ખાતે એક મોટી સભા યોજી નવા વિવાદિત કૃષીબીલથી ખેડુતો સુધી બીલની સમજણ આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમા તેમને નવા બિલના અલગ અલગ ક્લોઝને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
ભાજપ દ્વારા યોજાયેલ આ સભામાં નીતીનભાઈ પટેલે તેમની સરકારે કરેલા કામોને ગણાવી,કેવી રીતે ગરીબ/સામાન્ય વર્ગના હિત માટે કર્યુ છે એની જાણકારી આપવાનો પ્રસાય કર્યો હતો. પરંતુ જેના કારણે તેમને આ સભાઓ યોજી એક્સરસાઈઝ કરવી પડી રહી છે એ મુદ્દાનુ નિરાકરણ કેવી રીતે આવી શકે એના ઉપર કોઈ ઠોસ વાત નહોતી કરી. જેમાં એમ.એસ.પી. તથા કોન્ટ્રાક્ટ ફાર્મીંગ સીસ્ટમ લાગુ કરવાથી ખેડુતો નારાજ થઈ આંદોલન ચલાવી રહ્યા છે એ મુદ્દે કોઈ આશ્વાસન નહોતુ આપ્યુ. ઉપરથી ખેડુત આંદોલનને બદનામ કરી દેશવિરોધી,ટુકડે-ટુકડે ગેંગ,પાકીસ્તાન તરફી કહ્યા હતા.
અગાઉ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ખેડુતોને ખાલીસ્તાની કહ્યા હતા. એ શ્રેણીમાં હવે ફરીથી ભાજપના નેતા નીતીન પટેલે આંદોલન કરી રહેલા ખેડુતોને દેશ વિરોધી કહી તેમના સમર્થકોને એક પ્રકારે ખુલી છુટ આપી દીધી છે. જેથી સોશીયલ મીડીયા જેવા પ્લેટફોર્મ્સ ઉપર તેમના સમર્થકો બીલકુલ અચકાયા વગર જ આંદોલનકારીને જે બોલવુ/કહેવુ હશે તે બોલી/કહી શકશે. જાહેરમાં મંચ ઉપરથી ખેડુતોને દેશવિરોધી કહેવાથી તેમના કાર્યકર્તાઓમાં કેવો મેસેજ જશે એની સભાનતા હોવા છતા આંદોલનકારી ખેડુતોને દેશવિરોધી,પાકીસ્તાન તરફી કહી તેમને બદનામ કરવાની કોશીષ થઈ હતી.
તેમને આ બીલનુ સમર્થન કરતા કહ્યુ હતુ કે, સંસદમાંથી પસાર થયેલ કાનુનનો થોડાક લોકો રસ્તા ઉપર ઉતરી વિરોધ કરવા લાગે તો એને રદ કરી દેવાનો ? આટલે સુધી તો બરાબર હતુ પરંતુ એનાથી 1 સ્ટેપ આગળ વધી તેમને એ પણ ઉમેર્યુ હતુ કે કોમ્યુનીષ્ટો આદોંલન કરી લદ્દાખને ચીનને આપવાની માંગ કરે તો શુ આપી દેવાની ?
તેઓ આટલે સુધી જ નહી થોભતા આગળ કહ્યુ હતુ કે, જે ખાલીસ્તાનીઓ પંજાબને ભારતથી અલગ કરી પાકીસ્તાન સાથે જોડવાના પ્રયાસો કરી રહ્યા છે, જે કાશ્મીરીઓ ભારત સાથે નથી રહેવા માંગતા, એમ સામ્યવાદીઓ દેશમાં સામ્યવાદની બોલબાલા ચલાવા માંગે છે એમ કહી ટુકડે ટુકડે ગેંગથી આંદોલન કરી રહેલા ખેડુતોને સંબોધ્યા હતા. તેમને કહ્યુ હતુ કે અમે દરેક આંદોલનકારીને ટુકડે ટુકડે નથી કહી રહ્યા પણ ખાલીસ્તાનીઓ,દેશવિરોધી, તથા સામન્યવાદીઓને ટુકડે ટુકડે ગેંગ કહીયે છીયે જે દેશને તોડવાનો પ્રયાસ કરે છે.
આ ઉપરાંત નીતીન પટેલે દિલ્લીમાં ચાલી રહેલા આદોંલનના ખર્ચા ઉપર પ્રશ્નાર્થ ઉભો કર્યો હતો. તેઓએ કહ્યુ હતુ કે, ખેડુતો પકોડી ખાઈ રહ્યા છે, પીઝા ખાઈ રહ્યા છે આ બધો ખર્ચ દેશ વિરોધી તત્વો પુરો પાડી રહ્યા છે.
ખેડુત આંદોલનના સમર્થમાં બોલીવુડના સ્ટાર થી લઈ રમત ગમત સાથે જોડાયેલ અનેક હસ્તીઓ આંદોલનને સમર્થન કરી રહ્યા છે. વિદેશોમાં પણ આ ત્રણ બીલના વિરોધમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. ખેડુતોના સમર્થનમાં અત્યાર સુધી કેટલાય લોકોએ પોતાના એવોર્ડ પણ પરત કર્યા હતા. પંરતુ આ તમામ સમર્થકો દેશ વિરોધી ચીતરાઈ રહ્યા હોવાથી અનેક નાની મોટી હસ્તી અપીલ કરી ચુક્યા છે કે અમે આંદોલનકારી/ખેડુતો છીયે આંતકવાદી નહી. પહેલા સોશીયલ મીડીયામાં આઈ.ટી. સેલ દ્વારા આંદોલન કરી રહેલા લોકોને દેશવિરોધી/ખાલીસ્તાની કહેવાઈ રહ્યા હતા.હવે જાહેરમાં મંચ ઉપરથી ભાજપનુ શીર્ષ નેત્વૃત્વ આંતકવાદી/દેશવિરોધી જેવા સંબોધન આપી રહ્યા છે.
જયરાજસીંહની પ્રતીક્રીયા
આ મામલે કોન્ગ્રેસના પ્રવક્તા જયરાજસીંહ પરમારે પ્રતીક્રીયા આપતા કહ્યુ હતુ કે, ભાજપની આ જુની સ્ટ્રેટેજી છે કે કોઈ મુસ્લીમ અવાજ ઉઠાવે તો એમને આંતકવાદી કહેવાનુ, આદિવાસી અવાજ આંદોલન કરે એટલે એમને નક્શલી કહેવાનુ, જાગરૂક નાગરીક કોઈ નીતીનો વિરોધ કરે તો એમને દેશ વિરોધી ચીતરવાના, પંજાબી લોકો આંદોલન કરે એટલે એમને ખાલીસ્તાની તરીકે ચીતરવાના, ભાજપવાળા કોણ છે આવા સર્ટીફીકેટો આપવાવાળા ?
વધુમાં જયરાજસીંહે ઉમેર્યુ હતુ કે, ખેડુતોને આવી રીતે ગાળો બોલી બદનામ કરી ભાજપવાળા તેમના ઉધોગપતી મીત્રોને ખુશ કરી રહ્યા છે. ખેડુતોને ગાળો બોલવાથી તેમના ઉધોગપતી મીત્રો ખુશ થઈને વધારે ફંડ આપશે એની લાલચમાં તેઓ આવુ બોલી રહ્યા છે. મેહબુબા મુફ્તિ વિષે ભારત વિરોધી હોવાનો આરોપ લગાવતા હતા તેમની સાથે સરકાર બનાવી, અકાળીઓ ખાલીસ્તાન આંદોલનને સમર્થન કરતા હતા તેમની સાથે પણ વર્ષો સુધી સરકારમાં રહ્યા છે. જે દર્શાવે છે કે ભાજપવાળા નકલી રાષ્ટ્રવાદી છે એમ કહી જયરાજસીહેં ભાજપના બયાનવિરોને આડેહાથ લીધા હતા.