બુધવારના રોજ સુરત ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે મીડીયા સંબોધન કર્યુ હતુ. જેમાં તેમને ખેડુતોના આંદોલન મુદ્દે નિવેદન આપ્યુ હતુ. તેમને કહ્યુ હતુ કે આ બીલ સંસદના બન્ને ગ્રુહોમાં સંપુર્ણ બહુમતીથી પસાર કર્યુ છે.  તેમને ત્રણે પસાર કરેલા વિવાદીત કુષી બીલના ફાયદા ગણાવ્યા હતા. આંદોલન કરી રહેલા ખેડુતોને ખાલીસ્તાની કહેવાનો પણ તેમને પ્રયત્ન કર્યો હતો.

પ્રેસને સંબોંધતા સી.આર. પાટીલે બીલના ફાયદા ગણાવી આદોંલન કરી રહેલા ખેડુતોને ખાલીસ્તાની એંજડા સાથે જોડ્યો હતો. જેમાં તેમને ખેડુતો ઉપર આરોપ લગાવતા કહ્યુ હતુ કે, ખેડુતો પાસે 2 -2 મહિના સુધી આંદોલનના સ્થળે જમવા માટે અનાજ કોણ પુરુુ પાડેે છે ? એવા સવાલો ઉભા કરી આંદોલન કરી રહેલા ખેડુતોને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. ખેડુતો વિપક્ષે ફેલાવેલ ભ્રમના કારણે આંદોલન કરી રહ્યા છે તેમ કહી ખેડુતોની સમજ ઉપર પણ તેમને પ્રશ્નાર્થ ચીન્હો ઉભા કર્યા હતા. 

સીઆર પાટીલે આંદોલન કરી રહેલા ખેડુતોની એથનીસીટી ઉપર પણ પ્રશ્નાર્થ કરી કહ્યુ હતુ કે, કેમ માત્ર 2 રાજ્યોના ખેડુતો વધારે જોવા મળી રહ્યા છે? મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ઉત્પાદન થાય છે તો ત્યાના ખેડુતો કેમ આદોંલન નથી ચલાવી રહ્યા?આ ઉપરાંત તેઓ ખેડુત આદોલનને માત્ર વિપક્ષ પ્રેરીત માનતા હોય એમ વિપક્ષી પાર્ટીઓ ઉપર ખેડુતોને ભ્રમીત કર્યાનો આક્ષેપ લગાવ્યો હતો. 

સી.આર. પાટીલે વિવાદિત કૃષી બીલના સમર્થનમાં કહ્યુ હતુ કે કેન્દ્રની ભાજપ સરકારે સ્વામીનાથન આયોગની ભલામણ આધારે આ ત્રણ બીલો લઈને આવ્યા છે. પરંતુ તેમની આ સીલેક્ટીવ વાતથી અનેક લોકો સમ્મત થઈ શકે એમ નથી. કેમ કે સ્વામીનાથન આયોગની મોટાભાગની કોઈ ભલામણ હજુ સુધી લાગુ કરાઈ નથી કે કોઈ કાનુન બન્યો . જેમાં ભલામણોમાં મુખ્ય હતી ભુમીસુધાર જેમાં વધારાની જમીન તથા પડતર જમીનને ગરીબોમા વહેચવી. ગ્રામીણ તથા વનજાતીઓને પશુઓના ચરાવવાના અધિકારને નિશ્ચીત કરવામાં આવે. ખેતીલાયક તથા વન્ય જમીનને કોર્પોરેટ સેક્ટરને ફાળવવામાં ના કરવામાં આવે.

આ ઉપરાંત સીંચાઈ માટે પણ સ્વામીનાથન આયોગમાં સીફારીશ કરાવમાં આવી હતી. એના ઉપર કેટલુ કામ થયુ એની કોઈ જાણકારી સી.આર.પાટીલે નહોતી આપી. રોજગાર સંબધીત પણ સ્વામીનાથન આયોગમાં સુધારની ભલામણ કરાઈ હતી જેમાં શ્રમ કાનુનમાં કોઈ નેગેટીવ પરીવર્તન કર્યા વગર વર્કીંગ માર્કેટમાં પરીવર્તન કરવાનુ જણાવાયેલુ પરંતુ લોકડાઉનમાં પરીવર્તીત થયેલ શ્રમ કાનુન ભલામણથી બીલકુલ ઉલ્ટા હતા.

આમ સીઆર.પાટીલે કેન્દ્રીય નેત્વૃત્વની આજ્ઞા અનુસાર કૃષીબીલના ફાયદા ગણાવવા જતા, ના બોલવાનુ પણ બોલી ગયા. જેમા ખેડુતોને ખાલીસ્થાન સાથે જોડવાનો પ્રયાસ હોય કે સ્વામીનાથન આયોગની ભલામણને લાગુ કરવાનો મુદ્દો હોય. 

સુરત પોલીસ કમિશ્નરે તારીખ 14/12/2020 ના રોજ એક જાહેરનામુ બહાર પાડી તારીખ 29/12/2020 સુધી તેમના હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં ચાર કરતા વધારે માણસોના ભેગા થવા, કોઈ સભા ભરવા કે બોલાવવા ઉપર પ્રતીબંધ મુક્યો છે. તેમ છતા તેઓ આજે સુરતમાં એક કાર્યક્રમા હાજર રહ્યા હતા. 

Contribute Your Support by Sharing this News: