નાગલપુર હાઇવે પર રોડ ક્રોસ કરવા જતી મહિલાનું વાહનની અડફેટે ઘટના સ્થળે મોત…

June 9, 2025

મહેસાણા : મહેસાણાના નાગલપુર હાઇવે પર હીટ એન્ડ રનની વધુ એક ઘટના બની વિકાસનગરના પાટિયા પાસે રોડ ક્રોસ કરી રહેલી એક મહિલાને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં ગંભીર ઇજાઓના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત થયું આ મહિલા આંબલિયાસણ ગામે હવનના પ્રસંગમાં પીરસવાનું કામ કરીને ઘરે જઇ રહ્યાં હતાં. મહેસાણાના સોમનાથ રોડ પર પંડિત દિનદયાળ ફ્લેટમાં રહેતા.

Two Killed In A Road Accident In Nalgonda

કમલેશભાઈ પ્રવીણભાઈ તપોધન મિકેનિક તરીકે નોકરી કરે અને તેમના પિતાજી મૃત્યુ પામ્યા હોય માતા લક્ષ્મીબેન નાની બહેન પુષ્પાબેન સાથે નાગલપુર વિસ્તારમાં વિકાસનગર પાટિયા પાસે સીમંધરનગરમાં રહે અને લગ્ન પ્રસંગે પીરસવાનું કામ કરતાં હતાં. લક્ષ્મીબેન આંબલિયાસણ ખાતે માતાજીનો હવન હોઇ તેમાં પીરસવા માટે ગયાં.

LEGAL EXPLAINER | HOW TO FILE AN FIR ?

અને પરત વિકાસનગર પાટિયાની સામે રોડ પર ઉતર્યા હતા અને હાઇવે ક્રોસ કરી વિકાસનગર પાટિયા બાજુ આવતા હતા. તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારતાં શરીરે ગંભીર ઇજાઓ પહોંચતાં લક્ષ્મીબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકના પુત્ર કમલેશભાઈએ વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0