ઊંઝામાં ‘તું મારી બહેન પાસે કેમ નંબર માંગે છે?’ તેમ કહી ૪ શખ્સોએ ધોકા અને તિક્ષ્ણ હથિયાર લઇને યુવક ને મારમાર્યો

January 24, 2022

ગરવી તાકાત મેહસાણા:  મહેસાણા જિલ્લાના ઊંઝામાં ‘તું મારી બહેન પાસે કેમ નંબર માંગે છે?’ એમ કહી 4 ઈસમોએ યુવકને ઢોર મારમાર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમા યુવકને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં યુવકે ઊંઝા પોલીસ મથકમાં ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે યુવતી પાસે નંબર માંગવા મામલે 4 ઈસમોએ યુવક પર હુમલો કર્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હુમલો કરનાર પરમાર રાહુલ ઉર્ફ ખંડવીએ યુવકને કહ્યુકે ‘તું મારી બહેન પાસે કેમ નંબર માંગે છે?’ એમ કહી ફરિયાદી યુવકને માથાના ભાગે ધોકા વડે માર માર્યો હતો. ત્યારબાદ હુમલો કરનાર રાહુલ પરમારનું ઉપરાણું લઈને રવિ પરમાર અને ગિરીશ અને અજાણ્યો એક ઈસમ યુવક સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા.

બાદમાં 4 ભેગા મળીને યુવકને ગરદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જ્યાં હુમલો કરનાર ગિરીશ પરમારે યુવકને તિક્ષ્ણ હથિયાર વડે પગે ઈજાઓ કરી હતી.

હાલમાં સમગ્ર મામલે ઇજાગ્રસ્ત યુવાને ઊંઝા પોલીસ મથકમાં રાહુલ ઉર્ફ ખડવી ગીરીશભાઈ પરમાર, રવિ ઉર્ફ ખડવી ગીરીશભાઈ પરમાર અને ગીરીશ પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0