પાલનપુર તાલુકા પોલીસે ખેમાણા ટોલનાકા પાસેથી એક સીએનજી ઓટો રીક્ષામાંથી 4.600 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો…

June 23, 2026

ગરવી તાકાત પાલનપુર : પાલનપુર તાલુકા પોલીસે ખેમાણા ટોલનાકા પાસેથી એક સીએનજી ઓટો રીક્ષામાંથી 4.600 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો આ કાર્યવાહીમાં પોલીસે 2.30 લાખ રૂપિયાના ગાંજા સહિત કુલ 4.42 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી બનાસકાંઠા રેન્જ પાલનપુરના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા જિલ્લામાં કેફી પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ અટકાવવા સૂચનાઓ આપવામાં આવી આ સૂચનાના આધારે પોલીસે આ કાર્યવાહી હાથ ધરી.

બનાસકાંઠા: પાલનપુરના યુવકને 'લૂંટી'ને ફરાર થઈ ગયેલી મહારાષ્ટ્રની સુરેખાની  ધરપકડ | - News18 Gujarati

પાલનપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડૉ.જે.જે. ગામીત અને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.બી. ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ ખેમાણા ટોલનાકા ખાતે વાહન ચેકિંગ કરી રહ્યો તે દરમિયાન આબુરોડ તરફથી આવતી GJ-08-AX-8369 નંબરની બજાજ કંપનીની સીએનજી ઓટો રીક્ષા શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવી રીક્ષાની તલાશી લેતા તેમાંથી 4.600 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો જેની કિંમત 2.30 લાખ રૂપિયા આંકવામાં આવી.

Palanpur Drug Bust: 4.6 Kg Ganja Seized, Three Arrested | 4.42 Lakh  Valuables

પોલીસે ગાંજા, ઓટો રીક્ષા અને અન્ય મુદ્દામાલ મળી કુલ 4.42 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો પકડાયેલા આરોપીઓમાં દિયોદરના ઓગડવાસ ગામના સચીનજી જોરાભાઈ ઠાકોર (ઉ.વ. 28), કાંકરેજના વડા વચલીપાટી ગામના ગજુભા વિરસંગભા વાઘેલા (ઉ.વ. 41) અને દશરથસિંહ દેવુભા વાઘેલા (ઉ.વ. 30)નો સમાવેશ થાય આ કેસમાં શિહોરી, તા.કાંકરેજના વિષ્ણુભા અને આવલ, તા. અમીરગઢના કંચુભા નામના બે આરોપીઓ ફરાર પોલીસે તેમને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0