આગામી મોહરમ અને તાજીયા પર્વને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવાના હેતુથી રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ…

June 23, 2026

ગરવી તાકાત પાટણ : આગામી મોહરમ અને તાજીયા પર્વને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવાના હેતુથી રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ આ બેઠક રાધનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. વાઢીયાની અધ્યક્ષતામાં યોજાઈ જેમાં શહેરના મુસ્લિમ સમાજના આગેવાનો, તાજીયા કમિટીના સભ્યો અને વિવિધ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા બેઠક દરમિયાન તાજીયાના જુલૂસના રૂટ, ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

પોલીસ તંત્ર દ્વારા તમામ આગેવાનોને તહેવાર દરમિયાન શાંતિ, સૌહાર્દ અને પરસ્પર સહયોગ જાળવી રાખવા અપીલ કરવામાં આવી પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. વાઢીયાએ જણાવ્યું તાજીયા પર્વ દરમિયાન પોલીસ તંત્ર દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેમણે ચેતવણી આપી કોઈપણ અસામાજિક તત્વો દ્વારા કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમણે સમાજના આગેવાનોને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ કે અફવા અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ અનુરોધ કર્યો.

મુસ્લિમ સમાજના આગેવાનોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી તેમણે તાજીયા પર્વને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા માટે સમાજના લોકોને માર્ગદર્શન આપવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી આ બેઠક દ્વારા રાધનપુર શહેરમાં કોમી એકતા, ભાઈચારો અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઉપસ્થિત આગેવાનોએ પોલીસ તંત્રની આ પહેલને આવકારી અને શાંતિપૂર્ણ ઉજવણી માટે સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0