ખેરાલુ અપક્ષ ઉમેદવાર આલોક રાય ને જ્યાં જુઓ ત્યાં ભરપૂર જાકારો, યે પબ્લિક હૈ સબ જાનતી હૈ

November 24, 2022

— સેવાના નામે સ્વાર્થી વૃત્તિ રાખનારા અપક્ષ ઉમેદવારને જ્યાં જુઓ ત્યાં મળી રહ્યો છે ભરપૂર જાકારો, યે પબ્લિક હૈ સબ જાનતી હૈ :

— ખેરાલુ પંથકની ભોળી પ્રજાના ભોળપણનો લાભ લઈ મતની ભીખ માગવા નીકળેલા આલોક રાયને જનતા પણ ઓળખી ગઈ:

— પોતાના આઠ દસ તેલીયા તંબોલિયાને સાથે રાખીને ફરતાં રાયજાદાને પણ ખબર પડી ગઈ કે હવે મેળ નહીં પડે :

— ખેરાલુ પંથકના ગામડા ખુંદતા આલોક રાય જન સંપર્ક કરે પણ આવે છે માત્ર બે ત્રણ માણસો મળવા :

— રાયજાદાનો અંગત મૂકલો પણ હવે ક્યાંય મોં બતાવવા લાયક ન રહ્યો હોય તેવું સમગ્ર પંથકમાં દેખાઈ આવ્યું :

ગરવી તાકાત મહેસાણા : ખેરાલુ પંથકની ભોળી પ્રજાના ભોળપણનો લાભ લઈ સેવાના નામે મેવા ખાવા નીકળેલા આલો કરાયને મતોની ભીખ માગતો જોઈને જનતા પણ ઓળખી ગઈ કે આ રાયજાદા ના ચાવવાના જુદા છે અને દેખાડવાના પણ જુદા છે. જેને લઇને ખેરાલુ પંથકની જનતા હવે કોઈપણ રીતે રાયજાદા અને તેના અંગત સાખીદાર ખનીજ અને રોયલ્ટી ચોર મૂકલાની વાતોમાં આવવા માગતી નથી. વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરીને જનતાનો પ્રતિનિધિ બનવા નીકળેલો આલોક રાય અત્યારે ખેરાલુ પંથકના ગામડા ખૂંદી રહ્યો છે. જેની સાથે તેના આઠ દસ તેલીયા તંબોલીયા ભેગા હોય છે. પરંતુ જનસંપક કાર્યક્રમમાં જોઈએ તેવો પ્રતિસાદ મળતો ન હોઈ રાયજાદાને પણ હવે ખબર પડી ગઈ છે કે આપણો અહીં મેળ નહીં પડે.

ખેરાલુ પંથકમાં વિધાનસભાની ચૂંટણી લડવાના અભરખા જોતો આલોક રાય છેલ્લા કેટલાક મહિનાઓથી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાત મંદ લોકોને તેમની જરૂરિયાત પ્રમાણે કોઈ રીતે રૂપિયાનો મેળ પાડીને દાન કરી મોટો દાનેશ્વરી કહેવડાવવા પ્રયાસ કરી રહ્યો હતો. જેમ જેમ સમય વીતતો ગયો અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતી ગઈ તેમ રાયજાદાએ પોતાની સાચી ઓળખ બતાવવા માંડી. તેણે લોકોના સેવાના માધ્યમથી દિલ જીતી લીધા હોય એ રીતે લોકોને સમજાવવા માંડ્યું કે પોતે આ વિસ્તારમાં વિધાનસભાની ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે લડશે અને તમે મને મત આપજો. જોત જોતામાં એ દિવસો આવી ગયા અને આલોક રાયે અપક્ષ ઉમેદવારી નોંધાવી પણ ખરી, હવે તે પોતાના કહેવાતા અંગત બે પાંચ દસ માણસોને લઈ જ્યાં જ્યાં દાન કર્યું છે તે જગ્યાએ દાનની જગ્યાએ મતની ભીખ માગવા જઈ રહ્યો છે. પરંતુ તેનું અસલી રૂપ સામે આવી જતા ખેરાલુ પંથકની જનતા હવે તેને જાકારો આપી રહી છે.

બીજી તરફ ખેરાલુ પંથકમાં તેનો અંગત સાથીદાર ગણાતો રોયલ્ટી અને ખનીજ ચોર મૂકલો પણ છેલ્લા કેટલાક દિવસોથી તેની સાથે ચૂંટણી પ્રચાર કરતો હતો. પરંતુ તેને પણ ખબર પડી ગઈ છે કે, જનતામાં હવે ક્યાંય દાળ ગળે એમ નથી એટલે હવે તે ક્યાંય મોં બતાવવા લાયક નથી રહ્યો અને જેમ બને તેમ આલોક રાયથી પણ પીછો છોડાવવા મથી રહ્યો હોય તેવી ચર્ચા થઈ રહી છે. જોકે ખેરાલુ પંથકની પ્રજા હવે રાયજાદા અને તેની આંખે આખી ટોળકીને ઓળખી ગઈ છે. એટલે એમ પણ કહેવાય છે કે રાયજાદા ને અહીંની પ્રજા મત તો શું પણ એ અત્યારે એમના આંગણે જાય તો એને પાણીનો પણ ભાવ પૂછવામાં આવતો નથી. જનતા માંથી જાણવા મળેલી આ વાત જો હકીકત હોય તો આલો રાય અને તેના અંગત સાથીદાર મૂકલા સહિતની ટોળકીએ થોડા જ અંતરે આવેલા વડનગરના શર્મિષ્ઠા તળાવમાં જઈને ડૂબી મરવું જોઈએ તેવું જનતા કહી રહી છે.

— રાયજાદાએ જન સેવા માટે મોકલેલી કીટો મૂકલાએ આઘી પાછી કરી નાખી, દોસ્ત ની પીઠમાં ખંજર ભોંકાયાનો તાલ :

ખેરાલુ વિધાનસભા મત વિભાગમાં અપક્ષ ઉમેદવારી કરી ચૂંટણી લડતા આલોક રાયનો નજીકનો સાથીદાર ગણાતા મુકાએ રાયજાદાની પીઠમાં ખંજર ભોગી હોય તેવી હકીકત પણ જાણવા મળી છે. લોકોમાંથી મળેલી ચર્ચા મુજબ આલોક રાયે લોકોને ઉપયોગી થાય તેવી સેવા કીટો તેને આપી હતી. પરંતુ મૂકલાએ એ તમામ કીટો પોતાના સગા વાલામાં આપીને આઘી પાછી કરી નાખી છે. જોકે રાયજાદા ના ઘરમાં તો ઘર કા ભેદી લંકા ઢાયે જેવો તાલ અત્યારે જોવા મળી રહ્યો છે.

— લાખો કરોડોના ખર્ચ પછી પણ અપક્ષ ચૂંટણી નહીં જીતા એ કારણકે ભેગા જયચંદો ભળેલા છે :

ખેરાલુ વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરીને ધારાસભ્ય બનવાના અભરખા જોતા રાયજાદાને રૂપિયાનો તોટો ન હોવાનું કહેવાય છે. કહેવાય છે કે રાયજાદો ગમે ત્યાંથી લાખો કરોડો રૂપિયા ભેગા કરી શકે છે. એટલું જ નહીં વિધાનસભા ચૂંટણી લડવા માટે તેને આ રૂપિયાની વ્યવસ્થા કરી લીધી છે પરંતુ તેની સાથે ફરતા જયચંદો તેને માત્ર રૂપિયા ખર્ચાવ્યા રાખે છે પરંતુ એક મત પણ લઈ આપે તેટલી તેમનું ગજુ ન હોવાનું ખેરાલુ પંથકની જનતા કહી રહી છે. જે હોય તે પરંતુ રાયજાદાને તેનો શોખ પૂરો થઈ રહ્યો છે તો ભલે થતો તેવું પણ જનતા કહીને સમગ્ર બાબતની મજા લઇ રહી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0