વડાલી પોલીસે રવિપુરા ત્રણ રસ્તા નજીકથી એક ઇકો કારમાંથી 2.52 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો…

November 1, 2025

ગરવી તાકાત સાબરકાંઠા : વડાલી પોલીસે રવિપુરા ત્રણ રસ્તા નજીકથી એક ઇકો કારમાંથી 2.52 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો બાતમીના આધારે કાર્યવાહી કરતા પોલીસે કાર ચાલકને પકડી પાડ્યો આ દરોડામાં કુલ 4.57 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો અને કુલ 13 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો વડાલી પીઆઇ ડી.આર. પઢેરિયા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને માહિતી મળી સફેદ કલરની ઇકો કાર (નંબર-GJ.31.R.2191) રાજસ્થાનથી દારૂ ભરીને ઇડર તરફ જઈ રહી પોલીસે રવિપુરા ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી કારને રોકી તપાસ કરતા, કારના વચ્ચે અને પાછળના ભાગે સીટની વચ્ચે સંતાડેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની કુલ 456 બોટલ/ટીન મળી આવ્યા.

Students Visit Vadali Police Station Learn Police Work | વિદ્યાર્થિનીઓની વડાલી  પોલીસ સ્ટેશનની મુલાકાત: શેઠ પી.કે. શાહ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓએ  પોલીસની ...

ઝડપાયેલા દારૂની કિંમત 2,52,720 રૂપિયા પોલીસે દારૂ ઉપરાંત 2,00,000 રૂપિયાની ઇકો કાર પણ જપ્ત કરી આમ કુલ 4,52,720 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ દારૂ રાજસ્થાનના અંબાસા દારૂના ઠેકા પરથી પ્રવિણ ઉર્ફે પીરો કાંતિ ડામોર અને વિનોદ ઉર્ફે ફેડો ચંદુ ડામોર (રહે. ચોકલી, તા. ઝાડોલ, જી. ઉદેપુર, રાજસ્થાન) મારફતે લાવવામાં આવી રહ્યો અંબાસા ઠેકાના સેલ્સમેન કાન્હા, કુશલ બાબુલાલ ટાંક અને પ્રિન્સ નામના વ્યક્તિઓએ આ દારૂ ભરી આપ્યો.

Liquor worth 2.52 lakh seized from Eco near Wadali | વડાલી નજીકથી ઇકોમાંથી  2.52 લાખનો દારૂ ઝડપાયો: ચાલક ઝડપાયો, 4.57 લાખનો મુદ્દામાલ જપ્ત, 13 સામે ગુનો  - sabarkantha (Himatnagar ...

આ દારૂ ઇડર ખાતે રહેતા બાદરજી ફુલાજી વણઝારા, પિયુષ પ્રતાપજી ઠાકોર, પ્રકાશ રાણાજી વણઝારા, નરેગા પુનમાજી રબારી અને જયેશ કેડા વણઝારાને પહોંચાડવાનો દારૂની હેરાફેરી દરમિયાન હોન્ડા સાઇન મોટરસાઈકલ (નં. GJ.09.CR.5576) પર પ્રવિણ કાંતિ ડામોર અને બીજી હોન્ડા સાઇન મોટરસાઈકલ પર અજય નિનામા (રહે. કુપડા, તા. ઝાડોલ, જી. ઉદેપુર, રાજસ્થાન) પાયલોટિંગ કરી રહ્યા આ કેસમાં પોલીસે વિજયનગરના નવાભગા ગામના લાલજી સોમા ચૌહાણ (ઉંમર 33) ને ઝડપી પાડ્યો આ ઉપરાંત, દારૂ ભરી આપનાર, લાવી આપનાર, પાયલોટિંગ કરનાર અને દારૂ મંગાવનાર સહિત કુલ 13 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0