અમીરગઢ તાલુકાના વિરમપુર ગામર ડીગ્રી વિના તબીબી પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

August 12, 2022

— દવાખાનામાંથી મળેલ દવાનો જથ્થો સિલ કરી તેની સામે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી :

ગરવી તાકાત પાલનપુર : અમીરગઢ તાલુકાના વિરમપુર પંથક માંથી ડીગ્રી વગર દવાખાનું ચલાવી લોકો ના આરોગ્ય સાથે ચેડા કરી ખાનગી દવાખાનું ચલાવતો હતો. જેની જાણ રામપુરા વડલા ના મેડિકલ ઓફિસર ને થતા તેમને અચાનક તપાસ કરતા આ ડોક્ટર બોગસ પ્રેક્ટિસ કરતો ઝડપાયો હતો તેની સામે મેડિકલ ઓફિસર નરેશભાઈ અને તેમની ટીમે કાયદેસર ની કાર્યવાહી કરી દવાખાનામાંથી મળેલ દવાનો જથ્થો સિલ કરી તેની સામે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
આ ઝડપાયેલા બોગસ ડોક્ટર પાલનપુર તાલુકા નો મેરવાડા ગામનો સુરેશ કુમાર રતુભાઈ રાવાળ હોઇ તેને ઝડપી પાડી પોલીસે કાયદેસરનો ગુનો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમીરગઢ પંથક માં એવા કેટલાય ડોક્ટરો જે ડીગ્રી વગરના છે અને એલોપેથી ,સારવાર કરી રહ્યા છે અંને લોકો ના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે પરંતુ અમીરગઢ નું આરોગ્ય ખાતું કોઈ દિવસ કોઈ કાયદેસર ની કાર્યવાહી થતી નથી.
તસવિર અને અહેવાલ : પ્રહલાદ મીણા – પાલનપુર
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0