ખેરાલુમાં વરલી મટકાના અડ્ડા પર પોલીસ ત્રાટકી: બે જુગારી રોકડ અને મોબાઈલ સાથે ઝડપાયા, બે વોન્ટેડ

October 3, 2026

ગરવી તાકાત ઃ3-10-2026

મહેસાણા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને વરલી મટકાના જુગાર પર રોક લગાવવા પોલીસ અધિક્ષકની સૂચનાથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિહ યાદવ અને મહેસાણા એસપી હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ એ.એમ. કામળીયાના નેતૃત્વમાં ટીમો પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ખેરાલુ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહેલા એએસઆઈ જયેશભાઈ અને કોન્સ્ટેબલ કલ્પેશકુમારને ચોક્કસ બાતમી મળી હતી કે ખેરાલુના ખોખરવાડા સંઘ નજીક પતરાવાળા શેડવાળી ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમાડાઈ રહ્યો છે.

મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી જુગાર રમાડતા મહેબુબશા હુસેનશા ફકીર અને નિશારભાઈ યુસુબભાઈ ભટ્ટીને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા ૧૦,૭૦૦, વરલી મટકાના આંકડા લખેલી નોટબુક, પેન તેમજ રૂપિયા ૭,૦૦૦ ની કિંમતના બે મોબાઈલ મળી કુલ રૂપિયા ૧૭,૭૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ રેડ દરમિયાન સંડોવાયેલા અન્ય બે સહ-આરોપી યાશિનહુસૈન ઉર્ફે મનાભાઈ અહેમદભાઈ સિન્ધી અને લાલાજી રમણજી ઠાકોર હાજર મળી આવ્યા ન હતા, જેથી પોલીસે ચારેય સામે ખેરાલુ પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0