વડનગર પોલીસે દૂધસાગર ડેરીના ટેન્કરમાંથી કરાતી દૂધની ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો 

August 8, 2023
દૂધની ચોરી કરી અન્ય ડેરી સંચાલકને બારોબાર વેચી મારવાનું કૌભાડ પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો
સાહપુર વડ ગામેથી ઉણાદ ગામે જતા રોડ પર રાત્રે બે વાગ્યે મળી ટેન્કરમાંથી 50-50 લિટરના ત્રણ બેરલ ભરી દૂધ ચોરી કર્યું હતું
વડનગર પોલીસે રાત્રિ પેટ્રોલીંગ દરમિયાન ખાનગી વાહનમાં તપાસ કરતાં દૂધના કેરબા ભરેલા જોવા મળતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી
ગરવી તાકાત, મહેસાણા તા. 08- દૂધસાગર ડેરીના ટેન્કરમાંથી દૂધની ચોરી કરાતી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં વડનગર પોલીસ સ્ટાફ રાત્રિ પેટ્રોલીંગ કરી રહ્યો હતો તે દરમિયાન વાહન ચેકિંગની કામગીરીમાં જોતરાયો હતો આ દરમિયાન એક વાહનમાં દૂધના ત્રણ જેટલા બેરલો ભરેલા હતા. જે બાબતે વડનગર પોલીસ સ્ટાફે શખ્સોને સઘન પુછપરછ હાથ ધરી હતી. જેમાં હાંફળા ફાંફળા થયેલા ત્રણેય શખ્સોને દૂધની ચોરી કરી હોવાની કબૂલાત કરતાં સમગ્ર દૂધ ચોરી કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

દૂધ ચોરી કેસમાં ઝડપાયેલા તસ્કરોએ પોલીસ સમક્ષ કબુલાત કરી કે ટેન્કર ચાલક પાસેથી તેઓ 150 લીટર દૂધ 3500 રૂપિયે લીધું હતું. આ દૂધ ઝડપાયેલા ઈસમો સુઢીયા ગામમાં આવેલા જય ગોગા પ્રાઇવેટ ડેરી ચલાવતા પટેલ વિક્રમભાઈને 30 રૂપિયે એક લીટર દૂધ વેચી મારતા હોવાની કબૂલાત કરી હતી.  સમગ્ર કેસમાં દૂધસાગર ડેરીનું દૂધ ટેન્કર ચાલક ઝાલા અમરસિંહ પોતાના આર્થિક ફાયદા માટે દૂધ સાગર ડેરીનું દૂધ ખોટી રીતે અન્ય ત્રણ ઇસમોને સસ્તા ભાવે વેચી મારતા તેમજ ઝડપાયેલા ત્રણ ઈસમો આજ દૂધ ઉંચા ભાવે સુઢીયા ગામના વિક્રમ પટેલને ડેરીમાં વેચી મારતા હોવાની વિગતો સામે આવતા પોલીસે કુલ પાંચ સામે વડનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર કેસમાં ઝડપાયેલા ત્રણ ઈસમો પાસે પોલીસે દૂધ અંગે ઊંડાણ પૂર્વક તપાસ અને પૂછપરછ કરતા ઝડપાયેલા ઈસમોએ પોલીસ સમક્ષ કબુલાત કરી કે, છેલ્લા ચાર દિવસોથી દૂધસાગર ડેરીમાંથી આવતા ટેન્કર વડનગર તાલુકાના ગામોમાં ડેરીમાંથી દૂધ ભરતું હતું જેમાં ટેન્કરનો ડ્રાઇવર ઝાલા અમીર સિંહએ આરોપીઓને સાહપુર વડ ગામેથી ઉણાદ ગામે જતા રોડ પર રાત્રે બે વાગ્યે મળી ટેન્કરમાંથી 50-50 લિટરના ત્રણ બેરલ ભરી દૂધ ચોરી કર્યું હતું.

​​​​​​​વડનગર પોલીસ સ્ટાફના માણસો ઉણાદ સાહપુર રોડ પર પેટ્રોલીગ પર હતા, એ દરમિયાન GJ27AH9883 ગાડી સામેથી આવતા પોલીસે રોકાવી તપાસ કરી હતી. જે ગાડીમાં ત્રણ ઈસમો સવાર હતા. ગાડીમાં તપાસ કરતા પાછળના ભાગેથી દૂધ ભરેલા ત્રણ બેનર જોતા પોલીસે દૂધ મામલે પૂછપરછ કરતા ત્રણ ઈસમોએ કોઈ જવાબ ન આપતા પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે દૂધ ભરેલ ગાડી અને ઠાકોર કલ્પેશજી વીરસંગજી, ઠાકોર જીગ્નેશજી વિરમજી,ઠાકોર પિન્ટુજી હીરાજીને પકડી લીધા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0