ગરવી તાકાત મહેસાણા : મહેસાણા પંથકની સગીરાને એક વર્ષ પૂર્વે શહેરના આરોપી યુવકે લલચાવી રાત્રીના સમયે ઘરની નજીક બોલાવી તો તેણીની મરજી વિરુદ્ધ શારીરિક અડપલાં કરી દુષ્કર્મની કોશિશ કરી તો ફોટા વાયરલ કરવાની ધમકી આપી આ મામલે આરોપી યુવક સામે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ સદર કેસ મહેસાણા સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપી યુવકને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદ તથા રૂ.15 હજાર દંડનો આદેશ કર્યો જ્યારે ભોગ બનનારને રૂ.50 હજાર વળતર ચૂકવવા પણ હુકમ કર્યો.
![]()
મહેસાણાના લાખવડી ભાગોળ સ્થિત ભોયરા વાસ ખાતે રહેતો કીર્તિ ચંદુજી ઠાકોરે 19 સપ્ટેમ્બર 2025 પૂર્વે મહેસાણા પંથકની એક સગીરાને લાલચ આપી તેણીના રહેણાંક નજીક બોલાવી જ્યાં કોમન પ્લોટ નજીક તેમજ નવીન નિર્માણ પામી રહેલા મકાનમાં લઈ જઈ તેણીની મરજી વિરુદ્ધ શારીરિક અડપલા કર્યા તો દુષ્કર્મની કોશિશ કરી જ્યારે તેણીના ફોટા વાયરલકરવાની ધમકી આપી આ મામલે આરોપી સામે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ સદર કેસ મહેસાણા સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતાં.

સરકારી વકીલ એન.એસ.શાહની દલીલો અને પુરાવા આધારે સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એસ. એસ.કાલેએ આ કેસના આરોપી કીર્તિ ચંદુજી ઠાકોરને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદ તથા રૂ.15 હજાર દંડનો હુકમ કર્યો જ્યારે આ ગુનામાં ભોગ બનનારને 50 હજાર વળતર ચૂકવી આપવા પણ આદેશ કરવામાં આવ્યો સગીરા પર દુષ્કર્મની કોશિશના આ કેસમાં આરોપીને સખત સજા કરવામાં આવે તે માટે સરકારી વકીલ એન.એસ.શાહ દ્વારા કોર્ટ સમક્ષ 17 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા તો કોર્ટ સમક્ષ 9 જેટલા સાહેદો પણ તપાસવામાં આવ્યા કોર્ટે સાહેદોની જુબાની અને પુરાવા આધારે કોર્ટે આરોપીને 20 વર્ષની સખત સજા ફટકારી.


