ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં શેરબજારના ડબ્બા ટ્રેડિંગના ધંધાનો પર્દાફાશ તાજેતરમાં સ્ટેટ સાયબર ક્રાઈમ સેલની રેડ બાદ જિલ્લા પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું. વડનગર પોલીસે શાહપુર ગામે ચાલી રહેલા શેર બજારના ડબ્બા ટ્રેડિંગના ધંધાનો પર્દાફાશ કર્યો પોલીસે 11 મોબાઈલ અને સીમકાર્ડ સહિતના મુદ્દામાલ સાથે 3 શખ્સોની અટકાયત કરી આ પ્રકરણમાં જોડાયેલા અન્ય 4 શખ્સો હજુ વોન્ટેડ.
![]()
વડનગર તાલુકાના વડ ગામે આવેલ બોરીયાપુર ચરામાં કેટલાક લોકો શેરબજારના ડબ્બા ટ્રેડિંગનું કામ કરતા હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી આ બાતમીના આધારે પોલીસની ટીમે સ્થળ પર રેડ પાડી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપીઓ ગ્રાહકોના નંબરના લિસ્ટ આધારે તેમને ફોન કરતા અને તેઓ પોતાને સ્વામ સ્ટોક એડવાઈઝરીના એજન્ટ હોવાનું કહી શેરબજારમાં રોકાણ કરવાથી સારો લાભ થતો હોવાની લાલચ આપી છેતરપિંડી આચરતા.

પોલીસે સ્થળ પરથી 11 મોબાઈલ અને 8 સીમકાર્ડ સહિત રૂ.43,000નો મુદ્દામાલ કબ્જે કર્યો કુલ 7 શખ્સો વિરુદ્ધ વડનગર પોલીસ મથકે ગુનો નોંધી તપાસ શરૂ કરી. પકડાયેલા આરોપીઓમાં ઠાકોર જીજ્ઞેશ રમેશજી, ઠાકોર બેચર ફતાજી અને ઠાકોર વિજય વિષ્ણુજી ત્રણેય શાહપુર બોરીયાપરા, વડનગરના રહેવાસી. વોન્ટેડ આરોપીઓમાં ઠાકોર અર્જુન મનુજી, ઠાકોર મેહુલ રૂપસંગજી ઠાકોર અશ્વીન અમરતજી અને ઠાકોર સંજય રાજુજી સામેલ.


