ગરવી તાકાત બનાસકાંઠા : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે થરાદ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારોના ફોર્મ ચકાસણી પ્રક્રિયા દરમિયાન હોબાળો થયો આ પ્રક્રિયામાં રાજકીય પક્ષોના ઉમેદવારો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જેના કારણે ભારે ભીડ જોવા મળી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો જોકે, પોલીસ દ્વારા કચેરીમાં અન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવતા રાજકીય પક્ષોના હોદ્દેદારોમાં નારાજગી જોવા મળી.

મામલતદાર કચેરીના ગેટ બહાર ઉમેદવારોના પ્રતિનિધિઓ, વકીલો અને પાર્ટીના આગેવાનોને અંદર જવા દેવામાં ન આવતા તણાવભર્યું વાતાવરણ સર્જાયું અને થોડું ઘર્ષણ પણ થયું કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિત કોંગ્રેસના આગેવાનો ફોર્મ ચકાસણી દરમિયાન હાજર કોંગ્રેસે આક્ષેપ કર્યો કે પોલીસ દ્વારા ઉમેદવારો પર ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું.

કોંગ્રેસે વધુમાં ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું કે ભાજપ પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે પોલીસનો દુરુપયોગ કરી રહી આ ઉપરાંત, ભોરલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો વધુ વધ્યો હાલમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને કારણે વાવ-થરાદ જિલ્લામાં રાજકીય માહોલ તંગ બન્યો.


