ગરવી તાકાત પાલનપુર : પાલનપુર રેલ્વે પોલીસ દ્વારા રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી મળી આવતા ઇસમને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતુ. પાલનપુર રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી રેલ્વે પોલીસે ગત તારીખ ૧૬-૭-૨૦૨૨ ના રોજ મળી
આવેલી એક બિનવારસી ઈસમ કે જેની ઉંમર આશરે ૩૮ વર્ષ હોઈ તેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થતાં તેના વાલી વારસોને આ બાબતે જાણકારી આપવામાં જણાવવામાં આવી છે. આ ઈસમ પાતળા બાંધાનો ઘઉંવર્ણો અને તેની ઉંચાઇ આશરે ૧૬૮ સે.મી હોવાનું જણાવવામાં આવ્યું છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેતિયા– પાલનપુર