ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના નંદાસણ ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) એ મોટી કાર્યવાહી કરી પોલીસે સિમેન્ટના બલ્કરમાંથી રૂ. 62.23 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો આ દરોડામાં કુલ રૂ. 83.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો SMC, ગાંધીનગરની ટીમે ચોક્કસ બાતમીના આધારે નંદાસણ ટાઉનમાં કડી રોડ પર આવેલા રોયલ શોપીંગ સેન્ટર સામે જાહેર માર્ગ પરથી આ કાર્યવાહી કરી 28 એપ્રિલના રોજ વહેલી સવારથી બપોર સુધી ચાલેલી આ રેડમાં અશોક લેલેન્ડ કંપનીના સિમેન્ટ બલ્કર (ટ્રક નંબર RJ 03 GA 7215) માંથી દારૂ મળી આવ્યો.

પોલીસે બલ્કરમાંથી કુલ 28,164 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી જેની કિંમત રૂ. 62,23,520 આંકવામાં આવી આ ઉપરાંત, ગુનામાં વપરાયેલ રૂ. 20 લાખની કિંમતનો સિમેન્ટ બલ્કર ટ્રક, રૂ. 10,000 નો મોબાઈલ ફોન અને રૂ. 7,500 રોકડા પણ જપ્ત કરવામાં આવ્યા પોલીસે ઘટના સ્થળેથી ટ્રક ડ્રાઈવર ઓમારામ જેઠારામ બેનીવાલની ધરપકડ કરી તે રાજસ્થાનના જોધપુર જિલ્લાના શેરગઢ તાલુકાના ચામુ પોલીસ સ્ટેશન વિસ્તારના ગોપાલપુરા નાથડાઉ ગામનો રહેવાસી.
![]()
આ ગુનામાં એક મોટું નેટવર્ક સામેલ હોવાનું ખુલ્યું પોલીસે દારૂ સપ્લાય કરનાર અનિલ ઉર્ફે પાંડીયા જગદિશપ્રસાદ જાટ અને મુખ્ય સપ્લાયર સાથે સંપર્ક કરાવનાર રમેશ જાટ સહિત અન્ય કેટલાક આરોપીઓ સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી સ્ટેટ મોનીટરીંગ સેલના હેડ કોન્સ્ટેબલ મનોજકુમાર ઓમપ્રકાશ ચૌધરીની ફરિયાદના આધારે નંદાસણ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો.


