UAEનાં મુસ્લિમ રાષ્ટ્રે બિન-મુસ્લિમોને લગ્ન, છૂટાછેડા અને બાળકને દત્તક લેવાના અધિકારોની મંજૂરી આપી

December 30, 2021

એક મોટી પહેલમાં, સંયુક્ત અરબ અમીરાત (યુએઇ) એ કેનેડિયન બિન-મુસ્લિમ યુગલ માટે લગ્નનું પ્રમાણપત્ર જારી કર્યું છે. આ કેનેડિયન દંપતીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. નોંધપાત્ર રીતે, આ ખાડી દેશ હવે ઘણા ફેરફારો તરફ આગળ વધી રહ્યો છે.યુએઇમાં રહેતી ૧૦ મિલિયન વસ્તીમાંથી ૯૦ ટકા વિદેશી છે. આવી સ્થિતિમાં, ેંછઈ માં આવા ઘણા ફેરફારો સતત જાેવા મળી રહ્યા છે, જેના કારણે મુસ્લિમોની સાથે અન્ય ધર્મ અને સંસ્કૃતિનાં લોકો માટે પણ વ્યવસ્થા સરળ થઈ ગઈ છે.

સંયુક્ત અરબ અમીરાતનાં મુસ્લિમ રાષ્ટ્રે બિન-મુસ્લિમોને લગ્ન, છૂટાછેડા અને બાળકને દત્તક લેવાના અધિકારોની મંજૂરી આપી છે. આ માટે યુએઇનવો કાયદો લઈને આવી રહ્યું છે. અત્યાર સુધી યુએઇમાં શરિયા કાયદા હેઠળ જ લગ્નની છૂટ હતી. અન્ય મુસ્લિમ દેશોની સરખામણીમાં યુએઇ નું આ નવીનતમ અને ઐતિહાસિક પગલું છે. ગલ્ફ રાષ્ટ્ર સંયુક્ત અરબ અમીરાતે પોતાના દેશમાં રહેતા બિન-મુસ્લિમ લોકોને ભેટ આપી છે અને તેમને તેમના રિવાજાે અનુસાર લગ્ન કરવાની મંજૂરી આપી છે. એટલું જ નહીં,યુએઇ ટૂંક સમયમાં આ માટે કોર્ટ શરૂ કરશે, જેમાં બિન-મુસ્લિમોનાં લગ્નને મંજૂરી આપવામાં આવશે.

યુએઇ સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, બિન-મુસ્લિમોને યુએઇમાં નાગરિક કાયદા હેઠળ લગ્ન, છૂટાછેડા અને બાળકોને દત્તક લેવા સંબંધિત તમામ અધિકારોની મંજૂરી આપવામાં આવશે.યુએઇમાં આ નવીનતમ અને ઐતિહાસિક પગલું છે. અગાઉ, અન્ય ગલ્ફ દેશોની જેમ યુએઇમાં લગ્ન અને છૂટાછેડા ઇસ્લામિક શરિયાનાં સિદ્ધાંતો પર આધારિત હતા. અબુ ધાબીનાં શેખ ખલીફા બિન ઝાયેદ અલ-નાહયાન દ્વારા જારી કરાયેલા હુકમનામામાં જણાવાયું છે કે નવા કાયદામાં નાગરિક લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, સંયુક્ત બાળ કસ્ટડી અને પિતૃત્વ અને વારસાનાં પુરાવાનો સમાવેશ થાય છે.રિપોર્ટ અનુસાર યુએઇએ બિન-મુસ્લિમ પારિવારિક બાબતો માટેનાં નવા નાગરિક કાયદાને વિશ્વ સમક્ષ એક નવી પહેલ ગણાવી છે. અબુ ધાબીમાં બિન-મુસ્લિમ કૌટુંબિક બાબતોનાં નિરાકરણ માટે એક નવી કોર્ટની સ્થાપના કરવામાં આવશે, જે અંગ્રેજી અને અરબી બન્નેમાં કામ કરશે.

(ન્યુઝ એજન્સી)

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0