મહેસાણાના નવી શેઢાવી ગામમાં રામાપીરના નેજા ચડાવવા ગયેલા બે યુવકને એક શખ્સે મારમાર્યો…

September 3, 2025

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા તાલુકાના નવી શેઢાવીમાં આવેલા મંદિરમાં જાતે પ્રસાદી અને નાસ્તો લઈ લેવાના મુદ્દે એકાએક ઉશ્કેરાઈ ગયેલા એક શખસે બે ભાઈઓને ગડદાપાટુનો માર મારતાં ઈજા થઈ જયારે તેઓને જાતી વિષયક અપશબ્દોની સાથે મનફાવે તેવી ગાળો બોલી આ ઘટના અંગે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરીયાદના આધારે પોલીસે એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો. કડી તાલુકાના ટાંકીયા ગામે રહેતા ફરીયાદી મહેન્દ્રભાઈ મંગળભાઈ સોલંકીએ.

ઢેબર રોડ પર નંબર વગરની થારમાં આવેલા બે શખ્‍સે જુનાગઢથી મેળો કરવા આવેલા  કોલેજ કર્મચારી અને તેના માસીયાઇ ભાઇને ફટકાર્યાઃ ધોકાથી હુમલોઃ ૧૨ ...

લાંઘણજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં કરવામાં આવેલા ઉલ્લેખ અનુસાર,  તેઓના સગીરવયના બે દિકરા સાંજના સુમારે ગામના લોકોની સાથે નવી શેઢાવી ગામે રામાપીરના મંદિરે નેજા ચડાવવા માટે ગયા અહીં બન્ને ભાઈએ મંદિરમાં પોતાની જાતે પ્રસાદ અને ચા-પાણી કરી લીધાં તેની જાણ થતાં પ્રહલાદ શંકરજી ઠાકોરે મનદુખ રાખીને બન્ને ભાઈઓને ગડદાપાટુનો માર તેમજ લાપોટ ઝાપોટ કરી.

Latest Gujarat News (મારું ગુજરાત સમાચાર): વાંચો 3 સપ્ટેમ્બર ના તાજા સમાચાર  દિવ્ય ભાસ્કર પર

જયારે પુછ્યા વગર તમે જાતે પ્રસાદી કેમ લીધી તેમ કહીને જાતિવિષયક અપશબ્દો તેમજ ગાળો બોલી. ગામના લોકોએ બન્ને ભાઈઓને છોડાવ્યાં અને સારવાર માટે નંદાસણ સરકારી દવાખાને લઈ ગયા આ અંગે લાંઘણજ પોલીસ મથકે નોંધાવાયેલ ફરીયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0