અરવલ્લી જિલ્લામાં ગુના આચરી નાસતા ફરતા મોડાસામાંથી બે અને રતનપુર પાસેથી 1 ફરાર આરોપીને ઝડપી પાડ્યો

April 13, 2026

ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં ગુના આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આગામી ચૂંટણીના ભાગરૂપે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એચ ઝાલાએ જુદી જુદી ટીમોની રચના કરીને એક જ દિવસમાં મોડાસામાંથી બે અને શામળાજી રતનપુર પાસેથી એક સહિત ત્રણ ફરાર આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા.

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઇક ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી નવીનકુમાર ધુળાભાઈ ડોડીયાર રહે. છાત્રેશ્વરી તા. મોડાસાને શહેરમાંથી ખાનગી માહિતીના આધારે ઝડપી પાડ્યો પોલીસે ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી વિજયકુમાર રૂપસિંગ પારગી રહે. ઝરડા તા.મેઘરજને ખાનગી માહિતીના આધારે મોડાસા શહેરમાંથી ઝડપી પાડ્યો.

તદુપરાંત એલસીબીની નાસતા ફરતા ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીજે તોમરએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપી ધુલસિંહ કાંતિભાઈ ડામોર રહે. ઉખેડી તા.નયાગાવ જિ.ઉદેપુરને શામળાજી રતનપુર ચેકપોસ્ટ પાસેથી ખાનગી માહિતીના આધારે ઝડપી પાડ્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0