ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં દિવાળીના 1 દિવસ પહેલાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઇ જાહેર હિતમાં પોલીસબેડામાં બદલીની ભારે ઉથલપાથલ કરાઇ. જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી દ્વારા એકસાથે 270 પોલીસની આંતરિક બદલીના આદેશ કરાયા.
જેમાં મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના 19, મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના 13, મહેસાણા તાલુકાના 12, સાંથલના 4, લાંઘણજના 16, કડીના 9, મહિલા પોલીસ સ્ટેશનના 8, ઉનાવા 2, વિસનગર શહેરના 11, વડનગરના 10, ખેરાલુના 22, લાડોલના 19, વિસનગર તાલુકાના 14, સતલાસણાના 10, વિજાપુરના 19, ઊંઝાના 12,
મોઢેરાના 7, નંદાસણના 8, બહુચરાજીના 10, બાવલુના 4, વસાઇના 10 ઉપરાંત પોલીસ હેડ ક્વાર્ટર, નાયબ પોલીસ અધિક્ષક કચેરી, પેરોલ ફર્લો સ્કવોડ, રીડર શાખા, એસડીપીઓ એટેચ, મહિલા પોલીસ શાખા સહિતના 30 એએસઆઇ, હેડ કોન્ટેબલ, પોલીસ કોન્ટેબલ સહિત કેડરના પોલીસ કર્મીઓની બદલી કરાઇ છે.