રાજ્યમાં આજે એક સાથે 18 IAS અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો
લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ગુજરાતમાં બદલીનો દોર શરૂ થયો છે
ગરવી તાકાત, ગાંધીનગર તા. 01 –રાજ્યમાં બદલીના મોટા સમાચાર સામે આવ્યા છે.. રાજ્ય સરકાર દ્વારા 18 જેટલા IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં સૌથી મોટી વાત એ રહી છે કે જયંતિ રવિને ફરી ગુજરાતમાં લાવવામાં આવ્યા છે.
લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ગુજરાતમાં બદલીનો દોર શરૂ થયો છે. રાજ્યમાં આજે એક સાથે 18 IAS અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. ત્યારે હવે ફરી એક વાર ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કરી દેવામાં આવ્યો છે. સિનિયર 18 IAS અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે.
આ બદલીઓમાં સૌથી મહત્વની વાત એ રહી છે કે જયંતિ રવિને ફરી ગુજરાતમાં લાવવામાં આવ્યા છે. જ્યંતિ રવિ કોરોનાકાળ દરમ્યાન ખુબજ જાણીતા બન્યા હતા..તેઓ દરરોજ કોરોનાના કેસો સાથે જોડાયેલી વિગતો જનતાને અપડેટ કરાવતા હતા. તેમણે મહેસુલ વિભાગના ACS બનાવવામાં આવ્યા છે.
IAS સુનૈના તોમરની ACS શિક્ષણ વિભાગ તરીકે બદલી, વધારાનો ચાર્જ ACS સામાજિક ન્યાય અને અધિકારીતા
IAS પંકજ જોશીને પોર્ટ-ટ્રાન્સપોર્ટ વધારાનો ચાર્જ
IAS એમ.કે.દાસની CMOમાં કરાઈ બદલી, એમ.કે.દાસને ગૃહ વિભાગના ACSનો વધારાનો ચાર્જ
IAS ડૉ.જયંતી રવીને મહેસુલ વિભાગના ACS, ડૉ.જયંતી રવી ડેપ્યુટેશનથી ગુજરાત પરત આવશે. ડેપ્યુટેશનથી પાછા ન ફરે ત્યાં સુધી પી સ્વરૂપને ચાર્જ
IAS અંજુ શર્માને કૃષિ વિભાગના ACS બનાવાયા
IAS એસ.જે.હૈદરને પેટ્રો-ઉર્જા વિભાગ સોંપાયો
IAS જે.પી.ગુપ્તાને ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટમાં બદલી
IAS વિનોદ રાવને શ્રમ અને રોજગાર વિભાગમાં બદલી
IAS ડૉ.ટી.નટરાજન બન્યા નાણા વિભાગના અગ્ર સચિવ, ડેપ્યુ.થી પાછા ન ફરે ત્યા સુધી રાજીવ ટોપનોને ચાર્જ
મમતા વર્માને ઉદ્યોગ,ખાણ અને ખનીજ અગ્ર સચિવ બનાવ્યા
ચીફ કમિશનર ઓફ સ્ટેટ, ટેક્સ તરીકે રાજીવ ટોપનો, ડેપ્યુટેશન પરથી પરત ફર્યા છે રાજીવ ટોપનો
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્રસચિવ મુકેશકુમાર
ડૉ.એસ.મુરલીક્રિષ્ણ OSD કમિશનર,સ્ટેટ ઈલેક્શન કમિશન
ડૉ.અનુપમ આનંદની કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટમાં બદલી, ડૉ.અનુપમ આનંદને GSRTCનો વધારાનો ચાર્જ સોંપાયો
રાજેશ મંજુને રેવેન્યૂ ઈન્સ્પેક્શન કમિશનર બનાવાયા
બાળ મહિલા વિભાગના કમિશનર IAS રાકેશ શંકર, રાકેશ શંકરની સચિવાલય GADના સચિવ તરીકે ચાર્જ
IAS કે.કે.નિરાલાની નાણા વિભાગના સચિવ તરીકે બદલી
IAS એ.એમ.શર્માને રાજ્યપાલના અગ્ર સચિવ બનાવાયા