રાજયના 15 ડે.કલેકટરોની બદલી 7 અધિકારીઓને નવી નિમણુંકના ઓર્ડરો અપાયાં 

May 17, 2023

પુર્વે ગાંધીનગર જિલ્લાના પાંચ પોલીસ ઈન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરવામાં આવી

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલે ગાંધીનગર પોલીસ ઇન્સ્પેકટરોની બદલીના હુકમ કર્યા

ગરવી તાકાત, ગાંધીનગર તા. 17- રાજયના 15 ડે કલેકટરોની બદલીના ઓર્ડરો રાજય સરકારના મહેસુલ વિભાગ દ્વારા ઈશ્યુ કરી દેવામાં આવેલ છે. જેમાં 7 અધિકારીઓને નવી નિમણુંક આપવામાં આવેલ છે.આ પુર્વે ગાંધીનગર જિલ્લાના પાંચ પોલીસ ઈન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરવામાં આવી હતી. જે પૈકી ઈન્ફોસિટી પોલીસ મથકના પીઆઈ ડી બી ડાભીની બદલી સાંતેજ પોલીસ મથકમાં કરી દેવામાં આવી છે.


ગાંધીનગર જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલે ગાંધીનગર જિલ્લાના પાંચ પોલીસ ઇન્સ્પેકટરોની આંતરિક બદલીનાં હુકમો કરવામાં આવ્યા છે. તાજેતરમાં ગાંધીનગરના સાંતેજ પોલીસ મથકના પીઆઈ કે જે રાઠોડની એટીએસમાં બદલી થઈ છે. જે મુજબ ઈન્ફોસિટી પોલીસ મથકના પીઆઈ ડી.બી. ડાભીની બદલી સાંતેજ પોલીસ મથકમાં કરી દેવાઈ છે.

જ્યારે ટ્રાફિક પીઆઈ એલ.ડી. ઓડેદરાની બદલી ઈન્ફોસિટી પીઆઈ તરીકે કરવામાં આવી છે. તેમજ સાયબર ક્રાઈમ સેલના પીઆઈ કે.બી. સાંખલાને કલોલ શહેર પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે. એજ રીતે કલોલ શહેર પોલીસ મથકના પીઆઈ વી.આર.ખેરને સચિવાલય સંકુલમાં બદલી કરી દેવામાં આવી છે.

તદુપરાંત કંટ્રોલરૂમ/દહેગામ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.જે. ચુડાસમાને સાયબર ક્રાઇમ સેલ તેમજ કલોલ તાલુકા પોલીસ મથકના સેક્ધડ પીઆઈ જે.બી. બુધેલીયાને કલોલ તાલુકા પોલીસ મથકના ફર્સ્ટ પીઆઈ તરીકે નિમણુંક આપવામાં આવી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0