મહેસાણા જિલ્લાના બોદલા ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઈ…

December 10, 2025

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા તાલુકાના બોદલા ગામ ખાતે જિલ્લા અંદર પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરિત કરવા તેમજ આધુનિક કૃષિ સાથે સંકલિત કુદરતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવાના હેતુથી આ તાલીમ યોજાઈ હતી.

તાલીમ દરમિયાન ગ્રામ સેવક જયભાઈ દ્વારા પ્રાકૃતિક કૃષિના મહત્વ, ફાયદા અને ખેતીમાં ઓછા ખર્ચે વધુ ઉપજ મેળવવા અંગે ખેડૂતોને પ્રેરણા આપવામાં આવી હતી. ઉપરાંત, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના માસ્ટર ટ્રેનર શ્રી રણજીતભાઈ તથા આત્માના જીગરભાઈ દ્વારા પ્રાકૃતિક કૃષિ અને તેના પાંચ આયામો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

સાથે રવિ ઋતુના પાકોમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ કેટલાં ફાયદાકારક બની શકે તેની પણ વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. તાલીમનું ખાસ આકર્ષણ જીવામૃત બનાવવાની પદ્ધતિનો લાઇવ ડેમો રહ્યો હતો, જેમાં જીવામૃતનાં ઘટકો, તૈયાર કરવાની રીત અને તેનો પાક પર થતા લાભો વિશે પ્રાયોગિક સમજણ આપવામાં આવી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0