ડીસા પાલનપુર હાઇવે પર ભોયણ પાસે ચાર વાહનો વચ્ચે અકસ્માત બાદ આગ લાગતા 4ના કરૂણ મોત
બે ટ્રકો વચ્ચે રીક્ષા ફસાઈ જતા તેમાં બેઠેલા ત્રણ લોકો ઘટના સ્થળે જ જીવતા ભૂંજાયા ડીસા મામલતદાર, તાલુકા પોલીસ , એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર ની ટીમે રાહત કામગીરી કરી બનાસકાંઠામાં ડીસા પાલનપુર હાઈવે પર ભોયણ ગામના પાટિયા પાસે આજે સવારે ચાર વાહનો વચ્ચે થયેલા વિચિત્ર અકસ્માતમાં ત્રણ વાહનો સળગી જતાં બે ટ્રક વચ્ચે ફસાયેલી રીક્ષા ભડથું થઈ ગઈ હતી. આ અકસ્માતમાં રીક્ષામાં બેઠેલા ત્રણ મુસાફરો જીવતા ભૂંજાઈ જવા પામ્યા હતા,જ્યારે એક નું સારવાર દરમિયાન મોત થતા કુલ 4 લોકોના મોત થયા હતા. આ પણ વાંચો – UP ના બારાબંકીમાં ટ્રક અને બસ વચ્ચેના અકસ્માતમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા ! ડીસા પાલનપુર હાઈવે પર ભોયણ ગામના પાટિયા પાસે આજે સવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં ભોયણ ગામના પાટિયા પાસે હાઈવે પર ડીવાઈડર વચ્ચે પડેલા કટમાં એક ટ્રક વળાંક લેવા જતા તેની સાઈડ માં રીક્ષા પણ ઊભી રહી ગઈ હતી. આ સમયે પાલનપુર તરફથી પથ્થર ભરીને આવતા ટ્રેલરે બન્ને વાહનોને અડફેટે લેતા બે વાહનો વચ્ચે રિક્ષા ચગદાઈ જવા પામી હતી.જ્યારે ડીસા થી પાલનપુર તરફ જતી ઇકો વાન પણ ટ્રકને ધડાકાભેર અથડાઈ હતી આમ ચાર વાહનોનો અકસ્માત થયો હતો. જોકે બંને ટ્રક વચ્ચે ફસાયેલી રીક્ષા માં અચાનક આગ લાગતા ટ્રક,ટ્રેલર અને રીક્ષા ભડભડ સળગવા લાગ્યા હતા.આગ એટલી તીવ્ર હતી કે ધુમાડાના ગોટેગોટા ત્રણ થી ચાર કિલોમીટર દૂર સુધી દેખાવા લાગ્યા હતા. રિક્ષામાં મુસાફરો બેઠેલા હોય બહાર ન નીકળ્યા હોવાથી અફડાતફડી સર્જાઇ હતી. ડીસા અને પાલનપુર નગર પાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા બન્ને ફાયર ફાયટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.જ્યારે ડીસા તાલુક પોલીસ, મામલતદાર સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઈટર એ આગ ઉપર કાબૂ મેળવતાં તેમજ ક્રેન દ્વારા ટ્રક, ટ્રેલર ખસેડાતા રિક્ષામાં બેઠેલા ત્રણ મુસાફરો જીવતા ભૂંજાયા હોવાનું જણાવ્યું હતું.જ્યારે ઇકો વાનમાં સવાર મુસાફરો પૈકી એક મુસાફરનું ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.