ગરવી તાકાત મહેસાણા : “હું ભગીરથ રાવલ મને માફ કરજો હું આવા વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરવા જાઉં છું કેમ કે જે લોકો જોડેથી મેં વ્યાજે રૂપિયા લીધા હતા તે બધા લોકો કડી પોલીસને ખિસ્સામાં રાખે છે એવી મને ધમકી આપે છે તેથી હું તેમનું કંઈ બગાડી શકું તેમ નથી જેથી પરિવારના દરેક લોકો પોલીસનું રક્ષણ લઇ લેજો આ લોકો બહુ જ ખતરનાક છે નું વ્યાજ ભરતો હતો પણ હું જો એક બે દિવસ ચૂકી જાઉં તો મને ઉપાડી જવાની ધમકી આપતાં હતાં”
કડીમાં જમવાની હોટલ નો વેપાર ધંધો કરીને ગુજરાન ચલાવતો યુવાન વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈને ઘરમાં ચિઠ્ઠી લખીને હું આત્મહત્યા કરવા જાઉં છું અને વ્યાજખોરોથી હું કંટાળી ગયો છું જેઓ ઉલ્લેખ કરીને ઘર છોડીને જતા રહેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો યુવાનના પત્નીએ ત્રણ ઇસમો વિરુધ્ધ કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી કડીના કરણનગર રોડ ઉપર આવેલ તુલસી પેટ્રોલપંપની સામેથી તારા હોટલનો વ્યવસાય કરીને યુવાન ભગીરથ રાવલ પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો જે દરમ્યાન તેમની પત્ની પણ સાથે હોટલ ઉપર જ જોડે કામ કરતી હતી અને ભગીરથ રાવલ સવારે પોતાની પત્ની પાયલ ને કહીને અમદાવાદ હવન કરવા જાઉં છું
એમ કહીને નીકળ્યો હતો જે દરમ્યાન હોટલ ઉપર બપોરના સમયે કિરણ રબારી તેમજ એક ઇસમ આવેલ અને હોટલમાં કામ કરતા રસોયાને પૂછેલ કે ભગીરથ ઉર્ફે મહારાજ ક્યાં છે તો હોટલ ઉપર કામ કરતા રશિયાએ જણાવ્યું કે મહારાજ હવન કરવા અમદાવાદ ગયાં છે જે બાદ આવેલા ઈસમો ત્યાંથી નીકળી ગયા હતા અને સાંજના સમયે કિરણ રબારી હોટલ ઉપર આવેલ અને ભગીરથ ની પત્ની પાયલ ને મળેલ અને કીધેલ કે તમારા પતિ ક્યાં છે તો ભગીરથની પત્નીએ કહ્યું કે તેઓ અમદાવાદ હવન કરવા માટે ગયેલા છે બોલો શું કામ છે તો આવેલ કિરણે કહ્યુ કે મારા પૈસા આપી દેજો તમારા પતિને વ્યાજે પચાસ હજાર રૂપિયા આપ્યા હતા અને વ્યાજ સાથે એક લાખ રુપિયા લેવાના છે અને જો નહીં આપો તો મને આંગળી ટેઢી કરીને પૈસા કઢાવતા આવડે છે અને મને દશરથભાઈએ મોકલેલ છે તેમ કહીને કિરણ નીકળી ગયેલાં
ભગીરથ રાવલની પત્નિ તેમજ હોટલમાં કામ કરતા અન્ય લોકો રાત્રે દસ વાગ્યાના અસરામાં હોટલ બંધ કરી રહ્યાં હતાં જે દરમ્યાન ભગીરથ રાવલ અમદાવાદથી હોટલ ઉપર આવેલ અને તેમની પત્નીએ તેમના પતિ ભગીરથને કહેલ કે હોટલ ઉપર કિરણ રબારી આવેલ અને કહેતો હતો કે મારા એક લાખ રૂપિયા આપી દેજો જેવું કહીને ધમકી આપી જતો હતો જ્યાં ભગીરથ રાવલે તેની પત્નીને જણાવેલ કે તેને હું દર મહિને વ્યાજ આપું છું પરંતુ રોજ મને ધમકી આપે છે તેવું કહેલ જેવું વાતચીત કરીને ભગીરથ તેમજ તેમની પત્ની અને અન્ય લોકો હોટલ ઉપર જ સૂઈ ગયાં હતાં
જ્યાં ભગીરથને પત્ની પાયલ સવારે બીજા દિવસે છ વાગ્યે જાગીને હોટલનું કામકાજ કરી રહ્યાં હતાં જે દરમ્યાન તેના પત્ની ભગીરથ રાવલ ઘરમાં દેખાતા ન હતા જેથી તેમની પત્નીએ ઘરમાં તેમજ આજુબાજુ તપાસ કરતા તેમના પતિ ભગીરથ રાવલ ક્યાંય જોવા મળ્યા ન હતા બાદમાં ઘરમાં જઇને તપાસ સીધો ચોપડાના અંદર ભગીરથ રાવલના હસ્તાક્ષરથી એક ચીઠ્ઠી મળી આવી હતી ચિઠ્ઠીમાં તેમના પતિ ભગીરથ રાવલના હસ્તાઅક્ષરે કુલ નવ વ્યક્તિ જોડેથી ઉછીના તેમજજ વ્યાજે પૈસા લીધેલા છે જેઓ ઉલ્લેખ કરેલો હતો અને ભગીરથ રાવલે ચિઠ્ઠીમાં જણાવેલ કે પરિવારજનો પોલીસનું રક્ષણ લઇ લેજો જેઓ તેમના પત્ની પાયલ ગભરાઈ ગયા હતા અને તેઓએ તેમના સાસુ સસરા તેમજ માતા પિતાને ફોન કરીને જાણ કરેલ અને ભગીરથની પત્ની સહિત પરિવારજનો કડી પોલીસ સ્ટેશન ખાતે દોડી આવેલાં હતાં અને સમગ્ર ઘટના વિશે પોલીસને જાણ કરતા પોલીસે ત્રણ ઇસમો વિરુધ્ધ ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી