મહેસાણા અર્બન બેંકની પેટા ચૂંટણીમાં આજે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ…

July 25, 2025

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા અર્બન બેંકમાં8 ડિરેક્ટરની ખાલી પડેલી જગ્યા માટે યોજાઈ રહેલ પેટા ચૂંટણીમાં આ વખતે બિનહરીફ કરવાના પ્રયાસોમાં પનો ટૂંકો પડી રહ્યાનો ઘાટ સર્જાયો છે. બેઠક વહેચણીમાં ઉમેદવારો વચ્ચે તાલમેલ ન થતા નામોહજુ મોવડી મંડળ સુધી અપાયા ન હોઇઆ વખતે ચૂંટણીમાં મતદાન યોજાય તેવા સંકેતોપ્રબળ બનવાલાગ્યા છે.

અર્બન બેંકનીપેટા ચૂંટણીમાં શુક્રવારે સવારથી બપોરે 3 દરમિયાન ઉમેદવારી પરત ખેંચવાની અવધિ ચૂંટણીમાં 68 ઉમેદવારીપત્રો માન્ય રહેલા છે. બેંકમાં ચૂંટણી અધિકારી સમક્ષ આ દરમિયાન ચૂંટણીમાંથી ખસી જવા ઇચ્છતા ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેશે.

જોકે ગુરુવાર સુધીના બેઠકોનો દૌર દરમિયાન હવે બેંકના હિતમાં રહીને ઉમેદવારોના જૂથને ચૂંટણીલડી લેવા આગેવાનો તરફથી સૂચવાયો હોવાનું સરકારી સૂત્રોએજણાવ્યું હતું. આજે શુક્રવારે ઉમેદવારી પરત ખેંચવાનો દિવસ છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0