વાવનાં રામપુરા પંથકમાં એરંડાનાં પાકમાં ઈયળો ઉપદ્રવથી મોટા પ્રમાણમાં નુકશાનની ભીતિ…

December 11, 2025

-> રામપુરા (એટા)ગામની સીમમાં વધારે પ્રમાણમાં મોટી ઈયળ આવતાં ખેડૂતો પરેશાન :

-> ખેડૂતો જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવા છતાં પણ ઈયળોનો ઉપદ્રવ વધતો જાય છે :

ગરવી તાકાત વાવ : વાવ તાલુકાનાં રામપુરા (એટા) પંથકમાં એરંડાના પાકમાં મોટી ઈયળો ઉપદ્રવ વધી રહ્યો છે ત્યારે ખેડૂતોને રવિ સિઝનનું વાવેતર હજુ સુધી ચાલુ છે તો બીજી તરફ પાકમાં રોગ આવવાથી ખેડૂતો પરેશાન થયાં છે જોકે ખેડૂતોએ કહ્યું કે મોટા પ્રમાણમાં ઈયળો આવતા ઈયળોનો ઉપદ્રવનો નાશ કરવા માટે દવાઓનો ઉપયોગ કરી રહ્યાં છીએ વાવ તાલુકામાં દર વર્ષે રવિ સિઝનમાં જીરું, એરંડા, રાયડો,

વરિયાળી, ઈસબગુલ,અજમોસહિત અન્ય પાકનુ વાવેતર થાય છે જોકે એરંડા રોકડિયા પાકમાં આવતા હોવાથી દર વર્ષે એરંડાનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે તો ચાલુ વર્ષે ખેડૂતોને કુદરતી આફતનો માર હજુ સુધી સહન કરવો પડતો હોવાથી જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે શિયાળુ પાકમાં ઈયળોથી ખેતીના પાક મોટા પ્રમાણમાં નુકશાન થવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી હતી.

આ અંગે રામપુરા ગામના ખેડૂત સુરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતો પાવડર અને જંતુ નાશક દવાઓનો ઉપયોગ કરે છે જોકે એક ઈયળ દસ જગ્યાએ ઈંડા મૂકે અને ચારે બાજુ ઈયળ હોવાથી અન્ય ખેતરોમાંથી પણ દવાઓનો છંટકાવ કરેલ હોવા છતાં ચકલા કે અન્ય પક્ષીઓ પણ ઈયળો લાવતા હોવાથી ઈયળોનો ઉપદ્રવ વધી રહ્યો હોવાનું જણાવ્યું હતું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0