ગરવી તાકાત બનાસકાંઠા : ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની હેરાફેરી અટકવાનું નામ લેતી નથી આવા સમયે સ્ટેટ મોનિટરિંગ સેલે વાવ-થરાદ જિલ્લાના સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ભારતમાલા નેશનલ હાઈવે પર મેગા દરોડો પાડી મોટી સફળતા મેળવી રામપુરા-એટા રોડ નજીક કરવામાં આવેલી કાર્યવાહીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો, ત્રણ મોંઘીદાટ કાર અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 64.59 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો દરોડા દરમિયાન પોલીસે ત્રણ અલગ-અલગત્રણ મોંઘીદાટ કારમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન સહિત રૂ. 14.59 લાખનો દારૂ જપ્ત કર્યો.
![]()
ઉપરાંત દારૂની હેરફેરમાં ઉપયોગમાં લેવાયેલી ટોયોટા ઇનોવા ક્રિસ્ટા, ટોયોટા ફોર્ચ્યુનર અને મહિન્દ્રા સ્કોર્પિયો, મોબાઇલ ફોન, બનાવટી નંબર પ્લેટ, જરૂરી દસ્તાવેજો તથા અન્ય સામગ્રી પણ કબજે કરવામાં આવી વાહનો સહિત કુલ મુદ્દામાલની કિંમત રૂ. 64,59,842 હોવાનું પોલીસે જણાવ્યું આ મામલે સુઈગામ પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો પ્રાથમિક તપાસના આધારે કુલ આઠ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા તેમાં દારૂ ભરેલા વાહનોના ડ્રાઇવરો, પાઇલટિંગ કરનાર સ્કોર્પિયોમાં સવાર વ્યક્તિઓ, દારૂ મોકલનાર અને મંગાવનાર તેમજ ત્રણેય વાહનોના માલિકોનો સમાવેશ થાય.
![]()
તમામ આરોપીઓની શોધખોળ માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહી બાદ વાવ-થરાદ જિલ્લામાં દારૂની હેરાફેરીને લઈને ફરી ચર્ચા શરૂ થઈ ભારતમાલા જેવા મહત્વના હાઈવે પરથી આટલો મોટો જથ્થો ઝડપાતા સ્થાનિક પોલીસની સતર્કતા અને કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા દારૂની હેરાફેરી લાંબા સમયથી ચાલતી કેમ અને સ્થાનિક સ્તરે તેની જાણ હોવા છતાં કાર્યવાહી કેમ ન થઈ તે મુદ્દે પણ ચર્ચા તેજ બની.


