ACB ટીમે કડી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલને 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો…

July 10, 2026

ગરવી તાકાત મહેસાણા : ACB દ્વારા મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશનના એક પોલીસ કોન્સ્ટેબલને 80 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો ACB દ્વારા મળતી વિગતો અનુસાર આ કેસના ફરિયાદી અને તેમના ભાઈઓ વિરુદ્ધ લાંઘણજ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાઈ આ ફરિયાદનો નિકાલ કરવાના અવેજ પેટે કડી પોલીસ સ્ટેશનના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વર્ગ-3 અમીન હુસેન મંજુર હુસેન શેખ દ્વારા શરૂઆતમાં 2 લાખ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી.

सुरेन्द्रनगर कलक्टर विरुद्ध दर्ज मामले की जांच को एसीबी ने गठित की एसआइटी |  Acb Constitutes Sit To Probe Case Against Surendranagar Collector

ફરિયાદી દ્વારા આ અંગે રકઝક કરવામાં આવતા આખરે 80 હજાર રૂપિયા આપવાનું નક્કી થયું ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી આ અંગે વિધિવત ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે એસીબીની ટીમ દ્વારા ગઈકાલે(9 જુલાઈ)ના રોજ એક લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું આ ટ્રેપ દરમિયાન ઇરાણા ત્રણ રસ્તાથી કડી તરફ જવાના જાહેર રોડ પર આરોપી પોલીસ કોન્સ્ટેબલ અમીન હુસેન શેખે ફરિયાદી પાસેથી લાંચના 80 હજાર રૂપિયા સ્વીકાર્યા જે એસીબીની ટીમે સ્થળ પરથી જ રિકવર કરી લીધા.

Langhanaj Police Bribe Demand; Kadi Cop Caught | Gandhinagar ACB Trap

આરોપીએ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક આચરતા એસીબીએ તેની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ સફળ ટ્રેપની કામગીરી ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એ. ચૌધરી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી જ્યારે આ સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન ગાંધીનગર એકમના મદદનીશ નિયામક એ.કે. પરમાર અને ઇન્ચાર્જ અધિકારી તરીકે અમદાવાદ એસીબીના નાયબ નિયામક હરેશ મેવાડાએ સંભાળ્યું એસીબી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી કે લાંચ અંગેની કોઈ પણ ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરવો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0