— 15 ઘરફોડ ચોરીઓના ભેદ ઉકેલતી મહેસાણા એસ.ઓ.જી. અને એ.એચ. ટી. યુ પોલીસ :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લા પોલીસ એસ.ઓ.જી. અને એ.એચ. ટી. યુ પોલીસ સ્ટાફ ના માણસો મહેસાણા થી નંદાસણ હાઇવે રોડ ઉપર પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતી કે કરિયાણા તથા પાન મસાલા ની દુકાનમાં ઘરફોડ ચોરી કરનાર ઈસમ સૈયદ અબ્દુલહમિદ ઉર્ફે અબ્દુલ રસુલમિયા ઉ. વર્ષ 42 મૂળ રહે, નંદાસણ ઇન્દીરાનગર હાલ રહે, ગોલ્ડન ફ્લેટ પહેલો માળ ફતેવાડી સવેરા હોટલ નજીક અમદાવાદ વાળો મંડાલી નજીક હાઇવે રોડ ઉપર ટાટા ઇન્ડીકા વિસ્ટા ગાડી નંબર GJ 18 B.B.-7072 ની સાથે
પકડી ઇસમને પાસેની ગાડીમાંથી તેલના નાના – મોટા અલગ અલગ કંપનીના ડબ્બા નંગ-7 કિંમત રૂપિયા 16,300/- તથા અલગ અલગ કંપનીના 250 ગ્રામ ના ” ચા” ના પેકેટ નંગ- 28 કિંમત 2800/- રબર ના સિક્કા, ઇલેક્ટ્રિક વજન કાંટો નંગ – 1 કિંમત 500/- તથા લોખંડની કોસ નંગ – 2 કુલ કિંમત મળી 19,600/- તથા સ્ફેલ કલર ની ટાટા કંપની ની ઇન્ડીકા વિસ્ટા મોડલની ગાડી કિંમત 1,00,000/- મળી કુલ કિંમત 1,19,600/- ના મુદ્દામાલ સાથે પકડી ઇસમ પાસે આધાર પુરાવા માંગતા નહિ હોવાનું જણાવતા અને ઈસમ જોડે પૂછપરછ કરતાં ચોરી કરેલ ગુન્હા કબુલાત કરી હતી.
આ ઈસમે મેહસાણા તથા ગાંધીનગર જિલ્લા ના 15 ઘરફોડ ચોરીઓ જેમાં ડીટેકટ થયેલ ગુન્હાની ચોરી તથા અન્ય ચોરી કરેલ તેની કબુલાત કરવામાં આવી હતી જેમાં નંદાસણ, બાવલું, મહેસાણા,કડી,લાંઘણજ, કલોલ, પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુન્હા ચોરીઓ કરલે ની કબુલાત કરવામાં આવી હતી.આ ઇસમને ઝડપી પાડી ને મહેસાણા અને ગાંધીનગર જીલ્લા ના ઘરફોડ 15 ચોરી ના ભેદ ઉકેલાયા હતા.અને આગળ તપાસ હાથ ધરી ને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી


