ગરવી તાકાત મહેસાણા : મહેસાણા તાલુકાના ખેરવા ગામના તળાવમાંથી ગુરુવારે સવારે 1 લાશ મળી હતી. જે ગામનાજ યુવાનની હોવાનું સામે આવ્યું ઘટનાની જાણ પરિવારને થતા પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું. ખેરવા ગામના તળાવમાં ગુરુવારે સવારે 1 લાશ પાણીમાં તરતી હોવાનું ધ્યાને આવતા ગામના વહીવટદાર વિરમભાઈ ચૌધરીએ મહેસાણા પાલિકાની ફાયર શાખાને તેમજ પોલીસને જાણ કરી. જેથી તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું.
ફાયરની ટીમે તળાવમાં તરતી લાશને બહાર કાઢી તપાસ કરતા લાશ ગામનાજ ચેનાજી મોવતાજી ઠાકોરની હોવાનું સામે આવ્યું. આ યુવક બુધવારે સવારે ઘરેથી નીકળી ગયો હતો. તેમજ કોઈ કારણોસર તળાવમાં ડૂબી જતા મોત નીપજ્યું હોવાનું તેના પિતાએ આપેલા નિવેદનના આધારે તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી