— એન્ટ્રસ ગેટથી લઈને અંદરની તમામ વ્યવસ્થા ખૂબ જ અદભુત :
— કોર્પોરેટ કંપનીની એન્યુઅલ જનરલ મીટિંગ જેવી વ્યવસ્થા :
— નાનામાં નાની બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું :
ગરવી તાકાત મહેસાણા : દાયકાઓ જૂની ભારતીય જનતા પાર્ટીના કલ્ચરમાં મોટો ફેરફાર દેખાઈ રહ્યો છે. સુરતના સરસાણા કન્વેન્શ
ન હોલ ખાતે કરવામાં આવેલું પ્રદેશ કારોબારીનું ભવ્ય આયોજન સૌકોઈ માટે ચર્ચાનો વિષય બન્યો. પ્રદેશ કારોબારીમાં 1000 કરતાં પણ વધુ અપેક્ષિત હોદ્દેદારો હાજર રહ્યા. પ્રદેશ કારોબારીનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું. એક મલ્ટી નેશનલ કંપનીને પણ ઝાંખી પાડે એવું આયોજન ભાજપ સંગઠને કર્યું. એસી હોલમાં દરેક હોદ્દેદાર માટે અલગ ટેબલ રખાયાં, જેના ઉપર કાજુ-બદામની સાથે સોફ્ટ ડ્રિંકની બોટલ પણ રાખવામાં આવી હતી.
પ્રદેશ કારોબારીમાં હાજર તમામ હોદ્દેદારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન આવે એવી નાનામાં નાની વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. હોદ્દેદારોમાં પણ આયોજનને લઇને ખૂબ ચર્ચા ચાલી. એક મોટી કંપની કોઇ ઇવેન્ટ ઓર્ગેનાઈઝ કરે છે એવું આયોજન પ્રદેશ કારોબારીમાં જોવા મળ્યું. પ્રદેશ કારોબારી માટેના એન્ટ્રસ ગેટથી લઈને અંદરની તમામ વ્યવસ્થા
ખૂબ જ અદભુત રીતે કરવામાં આવી હતી. એક ટેબલ પર એક હોદ્દેદારને બેસાડવામાં આવ્યા હતા.
પ્રદેશ કારોબારીમાં 1000 જેટલાં ટેબલ ગોઠવવામાં આવ્યાં હતા. દરેક ટેબલ પર આશ્ચર્યજનક રીતે અને સૌનું ધ્યાન આકર્ષી રહે છે એવા સૂકા મેવા. કાજુ, બદામ, કિસમિસ, ચોકલેટ અને ચણાના દાણા દરેકના ટેબલ ઉપર મૂકવામાં આવ્યાં હતા. એક ટેબલ પર 400થી 500 ગ્રામ જેટલું ડ્રાયફ્રૂટ મૂકવામાં આવ્યું હતો. કોઈ મોટી કોર્પોરેટ કંપનીની એન્યુઅલ જનરલ મીટિંગ મળતી હોય ત્યારે જે પ્રકારની વ્યવસ્થા સામાન્ય રીતે આપણે જોતા હોઈએ એ પ્રકારની વ્યવસ્થા દરેક ટેબલ ઉપર જોવા મળી હતી. એને લઈને પોતે હોદ્દેદારો પણ આશ્ચર્યચકિત થઈ
ગયા હતા. દરેક ટેબલ પર 3 થી 4 જેટલી સોફ્ટ ડ્રિંકની બોટલો પણ મૂકવામાં આવી હતી.
કારોબારીમાં હાજર રહેલા હોદ્દેદારો પણ ટેબલ પર મૂકેલા ડ્રાયફ્રૂટ જોઈને ચર્ચા કરી રહ્યા હતા કે આ બધા ડ્રાયફ્રૂટ ખાઈને આગામી દિવસોમાં ચૂંટણીમાં દોડાવ
શે. તો બીજા કેટલાક હોદ્દેદારો વાતો કરી રહ્યા હતા કે ના ના, આ તો રાજ્ય સરકારની યોજનાઓ આપણે ભૂલી ન જઈએ અને લોકોને સમજાવવામાં યાદશક્તિ ઓછી ન રહે એના માટે બદામ ખવડાવવામાં આવી રહી છે. ભાજપે આવી કારોબારી તો ક્યારેય જોઈ નથી. ભાઈ, સુરતમાં આયોજન હોય એટલે આવું જ હોય.
સુરતમાં આવો એટલે સ્વાભાવિક રીતે જ મહેમાનગતિનું આયોજન કરવામાં કોઇ કસર છોડવામાં આવે નહીં. સવારે નાસ્તામાં સુરતી લોચો, ખમણી, પાટૂડી, ઇદડા રાખવામાં આવ્યાં હતાં. જમવામાં કેરીનો રસ, લીલવાનું શાક, પાતરાં જેવી અનેક વાનગી રાખવામાં આવી છે. ભલે રૂપિયાનો ખર્ચ થાય, પરંતુ આયોજનમાં કોઈપણ પ્રકારની કમી રાખવામાં આવી નથી. નાનામાં નાની બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
તસવિર અને અહેવાલ : : પિન્ટુભાઈ દેસાઈ


