— ઈકોગાડી ના ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાની લોકોમાં આશંકા :
— ઈકો ગાડીમાંથી દારૂ અને બીયરના ખાલી ટીન મળી આવ્યા :
ગરવી તાકાત મહેસાણા : કડી કલ્યાણપુર રોડ ઉપર આવેલ વડવાળા હનુમાનજી મંદિર પાસે આવેલ સ્મશાન ની દીવાલને અજાણ્યા ઈકો ચાલકે ગાડી અથડાવતા દીવાલ ધરાશાઈ થઈ ગઈ હતી. લોકોમાં થઈ રહેલી ચર્ચા મુજબ ઈકો ગાડીનો ચાલક નશા
માં હોવાથી અકસ્માત સર્જ્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
માં હોવાથી અકસ્માત સર્જ્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.કડી શહેરમાં લોકોની આસ્થાનું કેન્દ્ર રહેલા વડવાળા હનુમાનજી મંદિર પાસે ભીમનાથ મુક્તિધામ આવેલું છે.મુક્તિધામ(સ્મશાન) ના વરંડા ની દીવાલ ને અજાણ્યા ઇકોગાડી ના ચાલકે અથડાવતા વરંડો ધરાશાઈ થઈ ગયો હતો.
કડીના વડવાળા હનુમાનજીના મંદિર તરફથી સિટી પાર્ક તરફ જતી ઈકો નં GJ 18 BM 4192 ચાલકે અચાનક જ સ્મશાનના વરંડા ને અથડાતા
વરંડો ધરાશાયી થઈ ગયો હતો આ અકસ્માતની ઘટનામાં કોઈને જાનહાની પહોંચી ન હતી અકસ્માત સર્જાતા આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયાં હતાં ઇકો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો ઉલ્લેખનીય છે કે આ ઈકો ગાડીની અંદર બિયરનાં ખાલી ટીન મળી આવ્યાં હતાં ઘટનાની જાણ સ્મશાનના સંચાલકને કરતા પ્રચારના સંચાલક ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા અને કડી પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વરંડો ધરાશાયી થઈ ગયો હતો આ અકસ્માતની ઘટનામાં કોઈને જાનહાની પહોંચી ન હતી અકસ્માત સર્જાતા આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયાં હતાં ઇકો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો ઉલ્લેખનીય છે કે આ ઈકો ગાડીની અંદર બિયરનાં ખાલી ટીન મળી આવ્યાં હતાં ઘટનાની જાણ સ્મશાનના સંચાલકને કરતા પ્રચારના સંચાલક ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા અને કડી પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.— અકસ્માત કરનાર ગાડીમાંથી દારૂ અને બિયર ના ખાલી ટીન મળતા ઇકોગાડિ ચાલક નશામાં હોવાની આશંકા :
વડવાળા હનુમાનજી મંદિર પાસે આવેલ ભીમનાથ મુક્તિધામ(સ્મશાન) ની દીવાલ ને અજાણ્યા ઈકો ગાડી ચાલકે અકસ્માત સર્જી 20 ફૂટ જેટલી દીવાલ પાડી ઈકો ગાડી છોડી ફરાર થઈ ગયો હતો.અકસ્માત કરનાર ઈકો ગાડીમાં અકસ્માત બાદ હાજર લોકોએ તપાસ કરતા દારૂ અને બિયર ના ખાલી ટીન મળી આવતા ઈકો ગાડી ચાલક નશામાં હોવાની લોકોએ આશંકા વ્યક્ત કરી હતી જેની જાણ કડી પોલીસ ને કરી હતી પરંતુ કડી પોલીસે તેમની કોઈ માહિતી નહિ હોવાનું જણાવ્યું હતું.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી


