પશુ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં જ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો…

April 2, 2026

ગરવી તાકાત મોડાસા : મોડાસાના ભેરૂડા રોડ પર આવેલા તળાવ પાસે ઘાસચારો ચરતી ગાયની બપોરના સમયે મિત્રની મદદથી ચોરી કરનાર મોડાસાના ઇન્દિરા નગરમાં રહેતા સ્થાનિક શખ્સને ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં જ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો આ તસ્કર પહાડપુર રોડ ઉપર ગાયને બાંધી રહ્યો દરમિયાન પોલીસને શંકા જતા તે ભાગવા જતાં પોલીસે દબોચી લીધો પોલીસે રૂપિયા 40 હજારની કિંમતની ગાય કબ્જે કરી અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી.

મોડાસા ટાઉન પોલીસ મથકે કોલીખડ ગામના 10 આરોપીઓ વિરુદ્ધ એક્ટ્રોસીટી એક્ટ હેઠળ  ગુન્હો નોંધાયો - Vatsalyam Samachar

મોડાસા ટાઉન પી.આઈ. ડી.બી. વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પહાડપુર રોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં તે સમયે પહાડપુર રોડની બાજુમાં ખેતરમાં એક શખ્સ શંકાસ્પદ હાલતમાં ગાયને બાંધી રહ્યો પોલીસની ગાડી જોઈને આ સક્સ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસને શંકા ગઈ પોલીસે તુરંત કોર્ડન કરી તેને પકડી પાડ્યો પોલીસે આરોપી અનીસભાઈ ઈબ્રાહીમભાઈ ખલીફાની આગવી ઢબે પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી.

કે તેણે તેના મિત્ર સાથે મળીને મોડાસાના ભેરૂડા રોડ ઉપર આવેલા તળાવ પાસેથી આ ગાયની ચોરી કરી હોવાની કબૂલાત કરી ટાઉન પોલીસે રૂપિયા 40 હજારની કિંમતની ગાય કબજે લઈ આરોપીની અટકાયત કરી તેની વધુ પૂછપરછ હાથ ધરી જોકે આ ગુનામાં હજુ પણ અન્ય પશુ ચોરીના અને કતલખાને ધકેલવામા આવતા ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી લોકો શંકા સેવી રહ્યા ટાઉન પોલીસે પશુ ચોરીના આ ગુનામાં સંડોવાયેલા આરોપીના અન્ય મિત્રોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0