ઈન્સ્ટિટ્યૂટના શિક્ષકે વિદ્યાર્થીની ઉપર ૩ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું

January 28, 2022

અમદાવાદના થલતેજમાં આવેલી એલન નામના ખાનગી ટ્યૂશન ક્લાસના શિક્ષકે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું. મયંક દીક્ષિત નામના શિક્ષકે વર્ષ ૨૦૧૬થી ૨૦૧૮ દરમિયાન ક્લાસીસની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એ બાદ યુવતીના લગ્નની વાત આવે ત્યારે આરોપી શિક્ષક વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઈલ કરતો હતો. એ અંગે યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં વસ્ત્રાપુર પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે. યુવતીથી સહન ન થતાં તેણે સમગ્ર મામલે પરિવારને જાણ કરી હતી. એ બાદ પરિવારે શિક્ષક વિરુદ્ધમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી મયંક દીક્ષિતની ધરપકડ કરી છે. આરોપી મયંક દીક્ષિત અગાઉ એલન ક્લાસીસમાં ફરજ બજાવતો હતો અને અત્યારે બાયજુસ ક્લાસીસમાં ભણાવે છે

શહેરના જાણીતા એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટના શિક્ષકની હેવાનીયત સામે આવી છે. આ શિક્ષક કલાસરૂમમાં વિદ્યાર્થીનીને અભ્યાસના નહિ પણ પ્રેમના પાઠ ભણાવતો હતો અને આમ જ એક વિદ્યાર્થીનીને ભોળવીને ૩ વર્ષ સુધી તેના પર દુષ્કર્મ ગુજાર્યું. જાે કે વિદ્યાર્થીની માતા-પિતાને સમગ્ર ઘટનાની જાણ થતાં આખરે હૈવાન શિક્ષકનો ભાંડો ફૂટ્યો અને વસ્ત્રાપુર પોલીસે તેની ધરપકડ કરી છે

પોલીસની ગિરફતમાં મોઢું છુપાવતો આ શખ્સ મયંક દીક્ષિત છે જે એલન ઇન્સ્ટિટયૂટમાં મોટીવેશનલ સ્પીકર અને વિજ્ઞાનનો શિક્ષક હતો. જેણે ઇન્સ્ટીટયુટમાં આવતી ભોણી વિદ્યાર્થીનીને તેની કાલ્પનિક વાતોમાં ભેળવીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. એકવાર વિદ્યાર્થીની સાથે શારીરિક સંબંધ બંધાઈ ગયા બાદ આરોપી મયંક દીક્ષિતે ૩ વર્ષ સુધી ભોગ બનનાર વિદ્યાર્થીની પર અલગ અલગ જગ્યાએ લઈ જઈને દબાણ પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. જાે કે ત્યાં સુધી વિદ્યાર્થીની ચૂપ હતી. પરંતુ વિદ્યાર્થીની ના ઘરે જ્યારે લગ્ન માટે માંગા આવવા લાગ્યા ત્યારે આ હૈવાન શિક્ષક લગ્ન પછી પણ શારીરિક સંબંધ રાખવા માટે દબાણ અને બ્લેકમેઇલ કરતો હતો જેનાથી વિદ્યાર્થીની ડિપ્રેશનમાં રહેતી હતી અને આખરે કંટાળ્યા બાદ સમગ્ર મામલે વાલીને જાણ કરતા સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી

વિદ્યાર્થીની જ્યારે કોઈ સવાલ નો જવાબ મેળવવા માટે હૈવાન શિક્ષક પાસે જતી ત્યારે તું ખૂબ સુંદર લાગે છે, મને ખુબ ગમે છે એવી ભ્રામક વાતો કરીને વિદ્યાર્થીનીને ભોળવતો હતો. આરોપી મયંક ની ઉંમર ૪૨ વર્ષ છે જ્યારે ભોગ બનનારી વિદ્યાર્થીની તેની દીકરી ની ઉંમરની હતી તેમછતાં પણ હૈવાન શિક્ષકે તેના ઘરે પર્સનલ ટ્યુશનના બહાને વિદ્યાર્થીનીને બોલાવીને ૩ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. એ દરમ્યાન જ્યારે પણ વિદ્યાર્થીની શારીરીક સંબંધ બાંધવાનું ના પાડતી ત્યારે આરોપી દ્વારા તેના ફોટોઝ વાઇરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી..હાલ આ આરોપી ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે

પોલીસે આરોપી શિક્ષક ની ધરપકડ કરીને મેડિકલ ટેસ્ટ કરીને ફરિયાદમાં થયેલા આક્ષેપ મુજબના સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવા માટે તજવીજ હાથ ધરી છે. સાથે જ આરોપીએ અન્ય કોઈ વિદ્યાર્થીની તેની હૈવાનિયતનો શિકાર બનાવી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0