સિદ્ધપુર નગરપાલિકાની બેદરકારી રોગચાળો નોતરી શકે છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત સિદ્ધપુર :  ઉપરોક્ત તસ્વીર સિદ્ધપુરને પેરિસની ઓળખ આપનાર ગલીની પાછળના ભાગનો છે. સિદ્ધપુર જોવા માટે નિયમિત રીતે દેશ-વિદેશના લોકો આવે છે અને સિદ્ધપુરના વ્હોરા સમાજના હારબંધ મકાનો જોઈને અભિભૂત થતા હોય છે. પણ અફસોસ સાથે લખવું પડે છે કે સિદ્ધપુર નગરપાલિકા વહીવટી તંત્ર આ બબાતે બહુ જ નીરસ છે કે આવનારા પ્રવાસીઓ સિદ્ધપુરની સફાઈના પણ વખાણ કરી જાય.

સિદ્ધપુર શહેરની ઓળખ બનેલ મોટા અને નાના સૈફીપુરા(સ્ટ્રીટ ઓફ પેરિસ) વિસ્તારમાં ગંદકી જોઈને સાચે જ આવનારા પ્રવાસીઓ અને અહીં રહેતા સ્થાનિક લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પણ નગરપાલિકા સફાઈ વિભાગના અધિકારીઓના પેટનું પાણી નથી હલતું…

ચીફ ઓફિસર એ.સી.ઓફિસમાં આરામ કરી રહ્યા છે જેઓ જાગૃત નાગરિક અને સદસ્યોના ફોન પણ રિસીવ કરતા નથી એવી બુમો લોકો પાડી રહ્યા છે.

તસવિર અને અહેવાલ : ધ્રુવભાઈ દવે – સિદ્ધપુર

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.