ટેટ પરીક્ષા સંબંધિત સમસ્યાઓ અંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અર્પણ કરાયું…

September 16, 2025

ગરવી તાકાત પાટણ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા ટેટ પરીક્ષા સંબંધિત સમસ્યાઓ અંગે રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવ્યું સમગ્ર રાજ્યમાં એક જ દિવસે અને એક જ સમયે જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યા. આવેદનપત્રમાં મુખ્ય માંગણીઓમાં 2010 પહેલા નિયુક્ત શિક્ષકો પર ન્યાયાલયના નિર્ણયને લાગુ ન કરવા.

પાટણ જિલ્લા કલેક્ટરનો મહત્વપૂર્ણ નિર્ણય રાધનપુર-ચાણસ્મા હાઈવે પર ભારે  વાહનોની અવરજવર બંધ – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking  News, Politics News etc.

શિક્ષકોની નોકરી અને ગરિમાની સુરક્ષા, તેમજ સમસ્યાના નિરાકરણ માટે યોગ્ય નીતિગત નિર્ણયની માંગ કરવામાં આવી. પાટણ જિલ્લામાં કલેક્ટર તુષારભટ્ટને આવેદનપત્ર આપવામાં આવ્યું આ પ્રસંગે મહાસંઘના પ્રાંત મહિલા મંત્રી ડો. હેમાંગીબેન પટેલ, ઉત્તર સંભાગ સંગઠન મંત્રી બાબુભાઈ દેસાઈ સહિત.

Statewide agitation by teachers on TET issue | ટેટ મુદ્દે શિક્ષકોનું  રાજ્યવ્યાપી આંદોલન: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર  અર્પણ કરાયું ...

વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. મહાસંઘના ગુજરાત અધ્યક્ષ મિતેષ ભટ્ટ અને મહામંત્રી પરેશ પટેલે આશા વ્યક્ત કરી કે કેન્દ્ર સરકાર શિક્ષકોના હિતમાં સકારાત્મક નિર્ણય લેશે મહાસંઘ દ્વારા આગામી સમયમાં કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત કરવામાં આવશે અને અખિલ ભારતીય કક્ષાએથી મળનાર સૂચના અનુસાર આગામી કાર્યક્રમો યોજવામાં આવશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0