પોલીસને હાથતાળી આપી ચાર માસથી ફરાર આરોપીને મહેસાણા એસઓજીની ટીમે ઝડપ્યોં 

February 1, 2024

મહેસાણા શિવાલા સર્કલ પાસે ઉભો હોવાની મળેલી બાતમીના આધારે આરોપી ઝડપાયો 

કડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામાં વડોસણનો આરોપી ફરાર હતો 

ગરવી તાકાત, મહેસાણા તા. 01 – કડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામાં પોલીસને હાથતાળી આપી છેલ્લા ચાર માસથી નાસતા ફરતા ફરાર ઓરોપીને મહેસાણા એસઓજીની ટીમે મહેસાણા શિવાલા સર્કલ પાસેથી ઝડપી લીધો હતો. એસઓજીની ટીમે જાણે ફરાર આરોપીઓને ઝડપી પાડવાનું બિડું ઝડપ્યું હોય તેમ ફરાર આરોપીને ઝડપી પાડી જેલમાં ધકેલી રહી છે. 

મહેસાણા જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાએ આપેલા આદેશ મુજબ જિલ્લામાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અને પોલીસ પકડથી નાસતા ફરતા ફરાર આરોપીઓને ઝડપી પાડવા આપેલી સૂચના મુજબ મહેસાણા એસઓજી પીઆઇ એન.એ.દેસાઇના નેતૃત્વમાં પીએસઆઇ એમ.એ.જોષી, પીએસઆઇ વી.એ.સિસોદીયા, હેકો. હિતેન્દ્રસિંહ, વિજયકુમાર, જીતેન્દ્રકુમાર, પોકો. ધરમસિંહ, સંજયકુમાર, આશારામ, દિગ્વિજયસિંહ, વિશ્વનાથસિંહ, મહાવીરસિંહ સહિતનો સ્ટાફ વિવિધ ટીમો બનાવીને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન હેકો. વિજયકુમાર તથા પોકો. આશારામને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે કડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા ચાર માસથી ફરાર આરોપી ઠાકોર રોહિત ભરતજી રહે. વડોસણ તા. મહેસાણાવાળો હાલ શિવાલા સર્કલ પાસે રોડ ઉપર ઉભો છે. જે બાતમીના આધારે એસઓજીની ટીમ શિવાલા સર્કલ પહોંચી આરોપીને કોર્ડન કરી ઝડપી લઇ કડી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0