વિસનગરમાં પત્નીની હત્યા નિપજાવનાર પતિને LCBએ ઝડપી પાડ્યો, લેલા વડે હત્યા નિપજાવી કામ ચાલ્યો ગયો હતો
લાછડી ગામે પરિણીતાની હત્યા થઈ હોવાની જાણ પોલીસને થતા હત્યા અંગે ફરિયાદ નોંધાઇ હતી
ટાઈલ્સ લગાવવા મામલે પતિ પત્ની વચ્ચે માથાકૂટ થઈ,પતિએ લેલા વડે હત્યા કરી
ગરવી તાકાત, મહેસાણા તા. 15- મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના લાછડી ગામે ગત મોડી રાત્રે એક પરિણીતાની હત્યા કરાયેલી લાશ તેના છાપરા નજીક ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવતા રાત્રે લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટી પડયા હતા.ઘટના પગલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ગામમાં દોડી આવી તપાસ આદરી હતી.જ્યાં હત્યાની શંકા પતિ પર જતાં તેની ઊંડાણ પૂર્વક તપાસ મહેસાણા એલસીબી ટીમે કરતા પતિએ જ હત્યા કરી હોવાની કબૂલાત મહેસાણા કરતા મહેસાણા એલસીબી ટીમને ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી આરોપી પતિને ઝડપી લીધો હતો.

ગઈ કાલે સાંજે 7 કલાકે પરિણીતાની હત્યા કરવામાં આવી હતી.જે અંગે પોલીસને રાત્રે 12 કલાકે જાણ થતાં વિસનગર પોલીસ ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી.ત્યારબાદ રાત્રે મહેસાણા એલસીબી ટીમના ઇન્ચાર્જ પી.આઈ એ.યુ.રોઝ તથા તથા તેમની ટીમના એએસઆઇ કાનજીભાઇ, શૈલેષભાઇ, નિલેશભાઇ, કિરણજી, લાલાજી, રાજેન્દ્રસિંહ, અક્ષયસિંહ, અજયસિંહ, જયસિંહ, જસ્મીનભાઇ, સંજયભાઇ, કિરીટસિહ, હિંમતસિંહ સહિતની ટીમે હત્યાના ઝડપી પાડવા ટીમને આ મામલે જાણ થતાં તેઓ પણ વહેલી સવારે ઘટજા સ્થળે દોડી ગયા હતા.જ્યાં ઘરે પતિ હાજર હોવાને કારણે એલસીબી ટીમે પતિ રાજુ દેવીપૂજકની ઊંડાણ પૂર્વક તપાસ અને પૂછપરછ કરતા હત્યા તેણે જ કરી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.
વિસનગર તાલુકાના લાછડી ગામે પોતાના પતિ સાથે રહેતી દેવીપૂજક દક્ષાબેનની લાશ તેઓના છાપરા નજીક આવેલ અવાવરું જગ્યા માંથી મળી આવતા પરિણીતાના પિયર પક્ષને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને વિસનગર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘરે દોડી આવી તપાસ આદરી હતી.જ્યાં મૃતકના પિતાએ હત્યા અંગે સૌ પ્રથમ અજાણ્યા ઈસમ સામે હત્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી.
સમગ્ર હત્યા કેસમાં આરોપી પતિ રાજુ દેવીપૂજક ને મહેસાણા એલસીબી ટીમે ઝડપયા બાદ તેણે પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે કાલે સાંજે ઓરડીમાં ટાઈલસ લગાવવા મામલે મૃતક દક્ષાબેન અને આરોપી રાજુ વચ્ચે રકઝક થઈ હતી.જ્યાં રાજુ દેવીપૂજક એ પોતાની પત્નીને ધક્કો મારતા તે ટાઈલ્સ પર જઇ અથડાતા તેણે માથાના ભાગે લોહી આવવા લાગ્યું હતું.આ દરમિયાન મૃતક દક્ષાબેને પોતાન પતિને લાફો મારતા રાજુ દેવીપૂજક ઉશ્કેરાઈ જઇને લેલા વડે પત્નીના ગળામાં ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી. ગત સાંજે 7 કલાકે લાછડી ગામે પરિણીતાની હત્યા કર્યા બાદ હત્યા અંગે કોઈને શકના જાય એ માટે આરોપી પતિને પત્નીની લાશ ને ઘસેડીને ઓરડીની પાછળ આવેલ ઝાડીઓમાં ફેંકી પોતે વિસનગર ગંજમાં નોકરી ચાલ્યો ગયો હતો.અને બાદમાં મોડે પોતાન ઘરે આવ્યો હતો.જેથી હત્યા અંગે કોઈ તેના પર શકના કરી શકે જોકે રાત્રે ઘરે આવતા જ મહેસાણા એલસીબી ટીમને શક જતા તેણે ઝડપી પૂછપરછ કરતા સમગ્ર હત્યાને અંજામ તેણે પોતે આપ્યો હોવાની કબૂલાત કરી હતી.


