ગરવી તાકાત સાબરકાંઠા : ઈડર તાલુકાના કુકડીયા ગામમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી કરીને એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો આ મામલે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી. કુકડીયા ગામના શક્તિનગર (પ્રજાપતિ ફળીયુ) ખાતે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી તાલુકા હેલ્થ ઓફિસર, ઈડર તરફથી મળેલી સૂચનાના આધારે મેડિકલ ટીમે સ્થળ પર તપાસ કરી. તપાસ કરનાર ટીમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર–નવા રેવાસના મેડિકલ ઓફિસર ડૉ. ભાસ્કર રમણભાઈ અમીન, ઈડરના તાલુકા હેલ્થ સુપરવાઈઝર જીતેંદ્રકુમાર કચરાભાઈ પટેલ,

નવા રેવાસના આયુષ મેડિકલ ઓફિસર ડૉ. ભાવેશભાઈ ભીખાભાઈ પટેલ અને કુકડીયાના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર હેમંતભાઈ શ્યામસુંદર સુતરીયાનો સમાવેશ થાય ટીમે કુકડીયાના પ્રકાશભાઈ ધનજીભાઈ પ્રજાપતીના ઘરે તપાસ કરી. તપાસ દરમિયાન જાણવા મળ્યું પ્રકાશભાઈ પ્રજાપતી કોઈપણ માન્ય ડિગ્રી કે રજીસ્ટ્રેશન વિના પોતાના ઘરે ગેરકાયદેસર રીતે પ્રાઈવેટ દવાખાનું ચલાવી રહ્યા. ટીમે દવાખાનામાંથી એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન અને ટેબ્લેટ ફોર્મમાં મળી આવેલી.

દવાઓ જપ્ત કરી સ્થળ પર જ ક્લિનિકને સીલ કરી દેવામાં આવ્યું આ દવાઓનો જથ્થો 9 ઑક્ટોબર 2025ના રોજ દરમિયાન પંચનામું કરીને જપ્ત કરવામાં આવ્યો તપાસ બાદ મેડિકલ ટીમે મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ–1963ની કલમ 30 અને 33 હેઠળ ઈડર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી પ્રકાશભાઈ ધનજીભાઈ પ્રજાપતી સામે માનવ આરોગ્ય સાથે ચેડાં કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.


