ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકાના આકોલી ખાતે અખિલ ભારતીય કળોતરા પરિવાર,રબારી સમાજ દ્વારા ઝાઝુંમાનો પ્રથમ પાટોત્સવ સવંત ૨૦૭૮ ના આસોવદ-૨ ને મંગળવાર તા.૧૧/૧૦/૨૦૨૨ ના રોજ દેવદરબાર જાગીરમઠ મહંતશ્રી ૧૦૦૮ બળદેવનાથજીબાપુની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો. કાંકરેજ સાહિત્યકાર દીપકભાઈ જોષી ના જણાવ્યા મુજબ ૧૩૮૧ ની સાલ માં ભીલડીના સુબા અલીખાને આકોલી ગામના મુખી મેઘરાજ કળોતરા ની દિકરી “ઝાંઝુબેન” માથે કુદ્રષ્ટી કરી હતી અને જાન જોડીને આકોલી ગામે આવી બળ જબરી પૂર્વક દીકરી ઝાઝુંને લઈ જવા મથામણ કરેલ ત્યારે પોતાની કુળ ની ઇજ્જત બચાવવા ૧૨૦૦ મુશલમાનો સાથે ૨૦૦ રબારીઓ
(કળોતરા) એ યુધ્ધ કર્યુ હતુ અને ૨૦૦ કળોતરા રબારીઓ ૧૨૦૦ મુસ્લિમોને ભારે પડ્યા હતા
(કળોતરા) એ યુધ્ધ કર્યુ હતુ અને ૨૦૦ કળોતરા રબારીઓ ૧૨૦૦ મુસ્લિમોને ભારે પડ્યા હતાઅને રબારીની દિકરી ઝાંઝુએ અલીખાન નામના અસુરનો વધ કર્યો હતો ત્યાર બાદ દીકરી ઝાંઝુ ચિતા પર ચડ્યા અને જમણા અંગુઠે થી સ્વયં અગ્ની પ્રગટ થયો હતો.અને દીકરી ઝાઝું મટીને માં જગદંબા ઝાંઝુ સતી થયા ત્યારથી કળોતરા રબારીઓ આકોલીનો અપૈયો લઈ આકોલી છોડી દિધુ હતું.અને એ અપૈયા ના નિવારણ માટે દુધરેજ મંદીરના મહંત શ્રી કનીરામબાપુ,દેવદરબાર જાગીરમઠ મહંતશ્રી ૧૦૦૮ બળદેવનાથજીબાપુ,થળી જાગીરમઠ મહંતશ્રી ૧૦૦૮ જગદીશપુરીબાપુ,શ્રી વાળીનાથ મહાદેવ મંદિર થરાના મહંતશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંતશ્રી ઘનશ્યામપુરીજી ગુરૂશ્રી શિવપુરીજીબાપુ
તેમજ અનેક સંતો મંહતોની હાજરીમાં સમગ્ર ભારતમા વસતા કળોતરા રબારીઓ આકોલી ગામે આવી ૭૦૦ વર્ષ જુના અપૈયો સવંત ૨૦૭૭ ના આસોસવદ ૨ ને શુક્રવાર તા.૨૨/૧૦/૨૦૨૧ ના રોજ ભાંગ્યો હતો જેને આજે એક વર્ષ પૂર્ણ થતાં કળોતરા પરિવારની જાગતી જ્યોત ઝાઝુંમના પ્રથમ પાટોત્સવ નિમિતે નવચંડી યજ્ઞ દેસાઈ જલાભાઈ પાંચાભાઈ ખાનપુરડા તા.પાટણ ના મુખ્ય યજમાનપદે શાસ્ત્રી રમેશભાઈ દવે અધગામવાળા ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી યોજાયો હતો.
મહા આરતી,ધ્વજા દર્શન અને ભોજન પ્રસાદની કરવામાં આવી હતી.ત્યારે દેવદરબાર જાગીરમઠ મહંતશ્રી ૧૦૦૮ બળદેવનાથજીબાપુ, રાષ્ટ્રીય મહિલા આયોગ પૂર્વ અધ્યક્ષ રાજુલબેન દેસાઈ, બ.કાં.જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક પાલનપુરના પૂર્વચેરમેને તથા એ.પી.એમ.સી. થરા ના ચેરમેન અણદાભાઈ પટેલ સહિત વિશાળ સંખ્યામાં રબારી સમાજ હાજર રહ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા ગામલોકોનો ખુબજ સાથ સહકાર મળ્યો હતો
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ


