ગરવી તાકાત સિદ્ધપુર : સિદ્ધપુર તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન અને ન્યાય સમિતિના ચેરમેનની સર્વાનુમતે વરણી કરવામાં આવી કારોબારી ચેરમેન તરીકે પટેલ ગોવિંદકુમાર ઈશ્વરભાઈ અને ન્યાય સમિતિના ચેરમેન તરીકે સેનમાં ભારતીબેન ગોવિંદભાઈની પસંદગી થઈ અગાઉ 01 જૂન 2026 ના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ આ બંને મહત્વના પદોની નિમણૂક કરવામાં આવી.

આ વરણી કાર્યક્રમ દરમિયાન સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા તેમણે નવનિયુક્ત કારોબારી ચેરમેન અને ન્યાય સમિતિના ચેરમેનને ફૂલહાર પહેરાવી, શાલ ઓઢાડીને અભિનંદન પાઠવ્યા તાલુકા પંચાયતના સદસ્યો અને પક્ષના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ.

ચેરમેનોની અભિવાદન સભામાં તાલુકા પંચાયત પ્રમુખ તાહેરાબેન નઇમખાન પઠાણ, ઉપપ્રમુખ લીલાબેન અગરાજી ઠાકોર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમીદ મોકણોજીયા અને તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ દશરથ પટેલ હાજર રહ્યા આ ઉપરાંત મહામંત્રી જયદીપસિંહ ઠાકોર, જિલ્લા ડેલીગેટ વિષ્ણુ દેસાઈ, અકબર દાઉવા, ઇદ્રીશ મહેસાણીયા, હરસિદ્ધિ ઠાકોર, મુસ્લિમ અગ્રણી રશિદ કુરેશી સહિત અન્ય તાલુકા પંચાયત સદસ્યો, નગરપાલિકા સદસ્યો અને તાલુકા કોંગ્રેસના હોદ્દેદારોએ મોટી સંખ્યામાં હાજરી આપી.


