ગરવી તાકાત બનાસકાંઠા : દિયોદર તાલુકાના ચીભડા આઉટપોસ્ટ પોલીસે મખાણું ગામ નજીકથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો પોલીસે કુલ ₹3.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી પોલીસને મળેલી બાતમીના આધારે મખાણું ગામ નજીક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આ દરમિયાન, GJ-08-AY-5945 નંબરના એક પીકઅપ ડાલાને રોકાવી તેની તલાશી લેવામાં આવી.

તપાસ દરમિયાન, પીકઅપ ડાલામાં ખાસ સિસ્ટમથી બનાવેલા ચોર ખાનામાંથી વિવિધ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂ અને બિયરની કુલ 885 બોટલો મળી આવી પોલીસે સ્થળ પરથી રાજસ્થાનના બાડમેર જિલ્લાના લીલસર ગામના રહેવાસી સતારામ આશુરામ લિખમારામ સાહુ જાટ ચૌધરીને ઝડપી પાડ્યો.

તેની પાસેથી ₹1,78,315ની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો અને ₹2,00,000ની કિંમતનું પીકઅપ વાહન મળી કુલ ₹3,78,315નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો દિયોદર પોલીસે આ મામલે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દારૂની હેરાફેરીના આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી.


